BMW ‘X’ ની વર્સેટાલિટી સાથે ‘M’ ની સર્વોપરિતા.
રેસિંગ DNA સંમિશ્રણઃ આખરી સ્થિતિસ્થાપકતા, ગતિશીલતા અને ઉત્કૃષ્ટ ડ્રાઈવિંગ ગુણલક્ષણો.
અચૂક પાવર ટ્રાન્સફરઃ ડ્રાઈવેલોજિક, M ડ્રાઈવ અને એક્ટિવ M ડિફરન્શિયલ સાથે એઈટ- સ્પીડ M સ્ટ્રેપ્ટ્રોનિક ટ્રાન્સમિશન.
#UncontestedDominance #BMWX5M #BMWM #TheX5M
BMW ઈન્ડિયાએ ભારતમાં ઓલ- ન્યૂ BMW X5 M કમ્પીટિશન લોન્ચ કર્યાની ઘોષણા કરી છે. અત્યંત શક્તિશાળી સ્પોર્ટસ એક્ટિવિટી વેહિકલ (SAV) બેજોડ પરફોર્મન્સ અને BMW Mની દાખલારૂપ ખૂબીઓ પ્રદાન કરવા માટે ડિઝાઈન અને એન્જિનિયર્ડ કરાઈ છે.
ઓલ- ન્યૂ BMW X5 M હવે દેશમાં BMW ડીલરશિપ્સમાં કમ્પ્લીટ્લી બિલ્ટ-અપ યુનિટ (CBU) તરીકે મળે છે.
શ્રી. વિક્રમ પાવાહ, પ્રેસિડેન્ટ, BMW ગ્રુપ ઈન્ડિયા કહે છે, “BMW M રોજબરોજની ઉપયોગિતા સાથે અસલ મોટરસ્પોર્ટ ફંકશનાલિટી નિર્માણ કરવા સિંગલ- માઈન્ડેડ પેશન દ્વારા પ્રેરિત છે. ઓલ ન્યૂ BMW X5 M કમ્પીટિશન આ DNA વારસામાં ધરાવે છે અને સ્પોર્ટસ એક્ટિવિટી વેહિકલ (SAV) સેગમેન્ટમાં નવું પરિમાણ રચે છે. તે ખાસ ‘M’ તત્ત્વોનું વિશિષ્ટ સંમિશ્રણ છે, જે ભાવિ પ્રગતિ, સર્વોપરી સત્તા, મંત્રમુગ્ધ કરનારી હાજરી અને લક્ઝરીનું દ્યોતક અલ્ટ્રા-મોડર્ન ઈન્ટીરિયર માટે તરસ દર્શાવે છે. શક્તિશાળી V8 એન્જિન અને ઘણા બધા કમ્ફર્ટ અને સેફ્ટી ફીચર્સ અજોડ, સ્પોર્ટી અને ખાસ ડ્રાઈવિંગ અનુભવનું વચન આપે છે. ઓલ- ન્યૂ BMW X5 M કમ્પીટિશન સ્થિતિસ્થાપકતા, ગતિશીલતા અને પાવર માટે સર્વોચ્ચ ગ્રાહક અપેક્ષાઓ સાથે વ્યક્તિગતતાની અભિવ્યક્તિ પણ પરિપૂર્ણ કરવે છે.”

ઓલ- ન્યૂ BMW X5 M SAV ની વર્સેટાલિટી સાથે હાઈ- પરફોર્મન્સ પાવરને જોડે છે. તેની અજોડ ખૂબીઓ પરફોર્મન્સ અને વિઝયુઅલ દેખાવ દ્વારા પ્રેરિત વર્ચસની ઉચ્ચ માત્રા લાવવા BMW X રેન્જની નામાંકિત શક્તિ સાથે જોડે છે.
ઓલ- ન્યૂ BMW X5 M કમ્પીટિશનની એક્સ- શોરૂમ કિંમત INR 1,94,90,000 છે.
કિંમત ઈન્વોઈસિંગ બનાવવા સમયે પ્રવર્તમાન હશે તે લાગુ થશે. એક્સ- શોરૂમ કિંમતોમાં લાગુ મુજબ GST (કોમ્પેન્સેશન સેસ સહિત) સમાવિષ્ટ છે, પરંતુ તેમાં રોડ ટેક્સ, ટેક્સ કલેકટેડ એટ સોર્સ (TCS), RTO સ્ટેચ્યુટરી ટેક્સીસ / ફીઝ, અન્ય લોકલ ટેક્સ સેસ લેવીઝ અને ઈન્શ્યુરન્સ સમાવિષ્ટ નથી. કિંમતો અને વિકલ્પો પૂર્વસૂચના વિના ફેરફારને આધીન છે. વધુ માહિતી માટે કૃપા કરીને સ્થાનિક ઓથોરાઈઝ્ડ BMW ડીલરનો સંપર્ક કરો.
ઓલ-ન્યૂ BMW X5 M મેટાલિક રંગોમાં ઉપલબ્ધ છે- કાર્બન બ્લેક, બ્લેક સફાયર, મિનરલ વ્હાઈટ, મરીન બે બ્લુ, ડોનિંગ્ટન ગ્રે, મેનહેટ્ટન ગ્રીન અને ટોર્નેડો રેડનો સમાવેશ થાય છે. વૈકલ્પિક રીતે BMW ઈન્ડિવિજ્યુઅલ રંગો તાન્ઝાનાઈટ બ્લુ અને એમેટ્રાઈનમાં ઉપલબ્ધ છે.

સ્ટાન્ડર્ડ અપહોલ્સ્ટરી સ્ટાન્ડર્ડ તરીકે બ્લેક એક્સટેન્ટેડ મેરિનો લેધર ઈન્ટીરિયરમાં છે. વૈકલ્પિક રીતે સિલ્વરસ્ટોન, સાખીર ઓરેન્જ / બ્લેક, એડેલેઈડ ગ્રે, તરુણા બ્રાઉન, બ્લેક અથવા કલર મેચ્ડ અલ્કાન્ત્રા હેડલાઈનર સાથે આઈવરી વ્હાઈટ / નાઈટ બ્લુની પસંદગીમાં ફુલ મેરિનો લેધર ઈન્ટીરિયર્સ પર ઉપલબ્ધ છે.
ઓલ- ન્યૂ BMW X5 M 31 ડિસેમ્બર, 2020 પૂર્વે shop.bmw.in ખાતે કરાનાર સર્વ ઓનલાઈન બુકિંગ્સ પર વિશેષ લાભ મળશે, જેમાં ઈસ્પ્રાવા લક્ઝરી વિલાઝ સાથે સહયોગમાં BMW એક્સલન્સ ક્લબ દ્વારા તૈયાર કરાયેલા ખાસ હોસ્પિટાલિટી અનુભવનો સમાવેશ થાય છે.
shop.bmw.in ની વિઝિટ કરીને ગ્રાહકો બટનની એક ક્લિક પર બધા ફીચર્સ અને પર્સનલાઈઝેશન વિકલ્પો સાથે વાહનની અંદર- બહાર 360° વ્યુ જોઈ શકે છે. પ્રોડક્ટ, સર્વિસ પેકેજીસ અને ફાઈનાન્સ વિકલ્પો પર બધી પૂછપરછ ઓનલાઈન ડીલર રિપ્રેઝેન્ટેટિવ સાથે વાર્તાલાપ કરીને પહોંચી વળી શકાય છે. ઉપરાંત પેમેન્ટ્સ સંરક્ષિત રીતે ઓનલાઈન કરી શકાય છે.

ઓલ- ન્યૂ BMW X5 Mના ગ્રાહકોને ખાસ BMW એક્સલન્સ ક્લબની મેમ્બરશિપ મળશે. ફક્ત મેમ્બર્સ માટેની કલેક્ટિવ BMW એક્સલન્સ ક્લબ દુનિયાભરમાંથી બેજોડ લક્ઝરીના અનુભવો તૈયાર કરીને BMWના ગ્રાહકોની ઈચ્છનીય રુચિને પહોંચી વળે છે. પ્રોગ્રામમાં ચાર મુખ્ય શ્રેણીઓ છેઃ બીસ્પોક ટ્રાવેલ, ધ હાઈ લાઈફ, ગ્રાન્ડ સ્ટેન્ડ અને BMW પ્રિવિલેજીસ.
ઓલ- ન્યૂ BMW X5 M કમ્પીટિશન
BMW M ડિઝાઈનનું સીમાચિહન અને આકર્ષક એક્સટીરિયર ફીચર્સ કોઈ પણ વાતાવરણમાં ઉત્કૃષ્ટ છાપ પાડતાં બેજોડ દેખાવ પ્રદાન કરે છે. તેમાં કૂલરને વધારાની હવા આફવા માટે તુરંત ઓળખી શકાય તેવા વિશાળ ફ્રન્ટ બમ્પર એર ઈનટેક ઓપનિંગ્સ છે. તેની એરોડાયનેમિક બહેતરીના ભાગરૂપ તેમાં રૂફ અને લોઅર ટેઈલગેટ સ્પોઈલરની વિશિષ્ટતાઓ છે. ફ્રેન્ટ એક્સેલ ખાતે 21-ઈંચ ફોર્મેટમાં એક્સક્લુઝિવ ‘M’ લાઈ- એલોય વ્હીલ્સ અને રિયર ખાતે 22-ઈંચમાં સ્ટાર- સ્પોક સ્ટાઈલ 809 ‘M’ બાય- કલરનો સમાવેશ થાય છે. વૈકલ્પિક BMW લેઝર લાઈટ સિલેક્ટિવ બીમ્સ અને આશરે 500 મીટરની રેન્જ સાથે નો ડેઝલિંગ હાઈ બીમ ફંકશન ઓફર કરે છે.
ઈન્ટીરિયર કોકપિટ ડિઝાઈન રેસટ્રેક પરથી પ્રેરણા લેવાઈ છે અને તેને આકર્ષક મોકળાશ અને લક્ઝુરિયસ ખૂબી સાથે જોડે છે. કેબિનની ક્લાસી, સમકાલીન સ્ટાઈલ પરિવિત M ટ્રીટમેન્ટ સાથે ડિસ્પ્લેઝ અને કંટ્રોલ્સ દ્વારા પૂરક છે- બીસ્પોક M કંટ્રોલ્સ અને M લેધર સ્ટીયરિંગ વ્હીલનાં M બટન પર શોભતા રંગોની લાલ છાંટ ડ્રાઈવરને ગતિશીલ ડ્રાઈવિંગ અનુભવમાં સંપૂર્ણ ડાયલ કરવા માટે મદદ કરે છે. M મલ્ટીફંકશન સીટ્સ પર ઈન્ટીગ્રેટેડ હેડ રેસ્ટ્સ ઈલેક્ટ્રિક એડજસ્ટમેન્ટ્સ, હેડ રિસ્ટ્રેઈન્ટ ઊંચાઈ, જાંઘના ટેકો, બેકરેસ્ટ અને એન્ગલ વત્તા ન્યુમેટિક લુંબર સપોર્ટ ઓફર કરે છે. હેન્ડ્સ- ફ્રી કમ્ફર્ટ એક્સેસ લગેજના આસાન લોડિંગ અને અનલોડિંગને આસાની બક્ષે છે. ઓલ- ન્યૂ BMW X5 M કમ્પીટિશનમાં 12.3– ઈંચ મલ્ટીફંકશન ડિસ્પ્લે ટચસ્ક્રીન, આઈડ્રાઈવ ટચ કંટ્રોલર, મલ્ટીફંકશન સ્ટીયરિંગ વ્હીલનાં બટન, વોઈસ કંટ્રોલ ફીચર સાથે વૈકલ્પિક BMW જેસ્ચર કંટ્રોલ જેવી વિશિષ્ટતા છે. નેવિગેશન સિસ્ટમ સાથે BMW લાઈવ કોકપિટ પ્રોફેશનલ અને BMW વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ સ્ટાન્ડર્ડ તરીકે ઓફર કરવામાં આવે છે. તેમાં વાયરલેસ ચાર્જિંગ અને હરમન કાર્ડન સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ પણ મળે છે. ઈન્ટીરિયર વાતાવરણને પેનોરમા ગ્લાસ રૂફ સ્કાય લાઉન્જ, એકોસ્ટિક ગ્લેઝિંગ અને એમ્બિયન્ટ એર પેકેજ અપનાવીને વધુ બહેતર બનાવી શકાય છે. વૈકલ્પિક રીતે ઉપલબ્ધ રિયર સીટ એન્ટરટેઈનમેન્ટ પ્રોફેશનલ અને બોવર્સ એન્ડ વિલ્કિન્સ ડાયમંડ સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ ઉત્કૃષ્ટ મનોરંજનનો અનુભવ નિર્માણ કરે છે. BMW ઈન્ડિવિજ્યુઅલના ઉચ્ચ ગુણવત્તાના વિકલ્પો ખાસ પેઈન્ટવર્ક અને ઈન્ટીરિયર ટ્રિમ્સ સાથે બીસ્પોક ગુણ નિર્માણ કરે છે.

નવી પેઢીનું V8 એન્જિન તેના રોમાંચ ગુણ અને રેસટ્રેક સિદ્ધ કૂલિંગ સિસ્ટમ સાથે M ટ્વિનપાવર ટર્બો ટેકનોલોજીનો નિર્વિવાદ દેખાવ સાથે તે અનોખું તરી આવે છે. 6,000 rpm ખાતે 460 kW/600 hp નું મહત્તમ આઉટપુટ અને 1,800 – 5,600 rpm 750 Nm નું વચ્ચે પીક ટોર્ક સાથે ઓલ- ન્યૂ BMW X5 M કમ્પીટિશન ફક્ત 3.8 સેકંડ્સમાં 0-100 km/h સુધી સ્પ્રિંટ કરે છે અને 250 km/h ની (ઈલેક્ટ્રોનિકલી લિમિટેડ) ની ટોપ સ્પીડ હાંસલ કરે છે.
હાઈ- પરફોર્મન્સ એન્જિન 8- સ્પીડ M સ્ટેપ્ટ્રોનિક ઓટોમેટિક ટ્રાન્સમિશનની નવી આવૃત્તિ સાથે જોડી જમાવી છે. ટ્રાન્સમિશન થ્રી- સ્ટેજ ડ્રાઈવેલોજિક શિફ્ટિંગ સિસ્ટમ સાથે સ્મૂધથી એગ્રેસિવમાં સમાયોજિત થાય છે. સ્ટીયરિંગ વ્હીલ પેડલ શિફ્ટર્સ, સ્ટાન્ડર્ડ તરીકે બ્રેકિંગ ફંકશન સાથે ક્રુઝ કંટ્રોલ અને લોન્ચ કંટ્રોલ ફંકશન વધુ ડ્રાઈવિંગ ખુશી આપે છે. M xડ્રાઈવ ઓલ- વ્હીલ- ડ્રાઈવ સિસ્ટમ અને એક્ટિવ M ડિફરન્શિયલ અત્યંત ગતિશીલ ઓન- રોડ પરફોર્મન્સ અને માસ્ટરફુલ ઓફફ- રોડ ક્ષમતાની ખાતરી રાખે છે.
M-સ્પેસિફિક ચેસિસ હંમેશાં અચૂક હાથ ધરવાની ખતારી રાખે છે. ઈલેક્ટ્રોનિકલી કંટ્રોલ્ડ ડેમ્પર્સ સાથે M- સ્પેસિફિક એડપ્ટિવ સસ્પેન્શન, એક્ટિવ રોલ સ્ટેબિલાઈઝેશન સિસ્ટમ અને M સર્વોટ્રોનિક સ્ટીયરિંગ લાંબા પ્રવાસ પર ઉચ્ચ આરામના સ્તર સાથે સ્પોર્ટી ડ્રાઈવિંગને ટેકો આપે છે. ‘M’ કમ્પાઉન્ડ બ્રેક્સ અનન્ય સ્ટોપિંગ પાવર ઓફર કરે છે. BMW M મોડેલો માટે વિકસિત ઈન્ટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ બ્રેક પેડલ ફીલ- COMFORT અને SPORT માટે બે સેટિંગ ઓફર કરે છે.
સેન્ટર કોન્સોલ પર M મોડ બટનમાં ROAD અને SPORT મોડ ઉપરાંત TRACK મોડ પણ છે, જે રેસ સરકિટ્સ પર ઉપયોગ માટે ખાસ તૈયાર કરવામાં આવ્યા છે. SPORT/TRACK મોડમાં ડિસ્પ્લેમાં ઉદભવતી માહિતીનું પ્રમાણ ઓછું થઈને કેન્દ્રિત, ઉચ્ચ કામગીરીનો અનુભવ આપે છે.
વાહન અત્યાધુનિક BMW સેફ્ટી ટેકનોલોજીઝ સાથે સમૃદ્ધ છે, જેમાં ફ્રન્ટ, સાઈડ અને હેડ એરબેગ્સ, ‘M’ ડાયનેમિક મોડ સાથે ડાયનેમિક સ્ટેબિલિટી કંટ્રોલ (DSC), ડાયનેમિક બ્રેક કંટોલ (CBC), ડ્રાય બ્રેકિંગ ફંકશન, બ્રેકિંગ ફંકશન સાથે ક્રુઝ કંટ્રોલ અને સિટી બ્રેકિંગ ફંકશન સાથે કોલિઝન અને પેડેસ્ટ્રિયન વોર્નિંગનો સમાવેશ થાય છે. સ્ટાન્ડર્ડ પેકેજના ભાગરૂપે એડપ્ટિવ LED હેડલાઈટ્સ, હાઈ બીમ આસિસ્ટન્ટ અને રિવર્સિંગ આસિસ્ટન્ટ સાથે પાર્કિંગ આસિસ્ટન્ટનો સમાવેશ થાય છે. M-વિશિષ્ટ ડિસ્પ્લે કન્ટેન્ટ BMW હેડ-અપ ડિસ્પ્લેમાં પણ બતાવી શકાય છે, જે વિંડસ્ક્રીન પર અને ડ્રાઈવરની દષ્ટિના તુરંત ક્ષેત્રમાં ડ્રાઈવિંગ માહિતી પ્રદર્શિત કરે છે. ડ્રાઈવિંગ આસિસ્ટન્ટ પ્રોફેશનલ પેકેજ લઈને આરામ અને સુરક્ષાને બહેતર બનાવી શકાય છે, જે સ્ટીયરિંગ અને લેન કંટ્રોલ આસિસ્ટન્ટ, એક્ટિવ સાઈડ કોલિઝન પ્રોટેકશન સાથે લેન કીપિંગ આસિસ્ટન્ટ, લેન ચેન્જ આસિસ્ટન્ટ, ઈવેઝન આસિસ્ટન્ટ, ઈમરજન્સી સ્ટોપ આસિસ્ટન્ટ અને ક્રોસરોડ્સ વોર્નિંગ, રોંગ- વે વોર્નિંગ અને ફ્રન્ટ ક્રોસ ટ્રાફિક એલર્ટ સિસ્ટમ્સ પૂરાં પાડે છે.