પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. રોગચાળા સામેની લડતમાં મૃત્યુ પામેલા લોકોને યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ને કારણે ઊભી થયેલી કટોકટી અણધારી છે, પણ આ લડાઈમાં આપણે આપણી જાતને સુરક્ષિત રાખવાની સાથે આગળ પણ વધતા રહેવાનું છે, પ્રગતિ પણ કરવાની છે. આત્મનિર્ભર ભારત કોવિડ અગાઉની અને પછીની દુનિયા વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 21મી સદીને ભારતની સદી બનાવવાના સ્વપ્નને સાકાર કરવા એ સુનિશ્ચિત કરતા આગળ વધવાનું છે કે દેશ આત્મનિર્ભર બની જાય.કટોકટીને તકમાં પરિવર્તિત કરવા વિશે વાત કરતા તેમણે પીપીઇ કિટ્સ, એન-95 માસ્કના ઉદાહરણો ટાંક્યા હતા, જેનું ઉત્પાદન ભારતમાં લગભગ નગણ્યમાંથી રોજિંદા ધોરણે 2 લાખના આંકડાને આંબી ગયું છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ઉદાર અને વૈશ્વિકૃત દુનિયામાં આત્મનિર્ભરતાનો અર્થ બદલાઈ ગયો છે. તેમણે આ વિશે સ્પષ્ટ સમજણ આપતા કહ્યું હતું કે, જ્યારે દેશ આત્મનિર્ભરતાની વાત કરે છે, ત્યારે એનો અર્થ સ્વકેન્દ્રિતતાથી અલગ છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ વસુધૈવ કુટુમ્બકમની ભાવનામાં માને છે અને ભારતમાં પ્રગતિ એ સંપૂર્ણ વિશ્વની પ્રગતિનો ભાગ છે અને એમાં પ્રદાન પણ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, દુનિયાને ભરોસો છે કે, ભારત સંપૂર્ણ માનવજાતના વિકાસ માટે ઘણું પ્રદાન કરે છે. આત્મનિર્ભર ભારતનાં પાંચ સ્તંભ ધરતીકંપ પછી કચ્છમાં થયેલા નુકશાનને યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નિર્ણાયકતા અને સંકલ્પ દ્વારા આખા કચ્છ જિલ્લા કે વિસ્તારની કાયાપલટ થઈ ગઈ છે. દેશને સ્વનિર્ભર બનાવવા માટે આ જ પ્રકારની નિર્ણાયકતા અને દ્રઢતાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, સ્વનિર્ભર ભારત પાંચ આધાર ધરાવશે એટલે કે અર્થતંત્ર, જે તબક્કાવાર રીતે નહીં પણ હરણફાળ પ્રગતિ કરશે; બીજો પાયો છે માળખાગત સુવિધાઓ, જેને ભારતની ઓળખ બનાવવી પડશે; ત્રણ, વ્યવસ્થા, જે 21મી સદીની ટેકનોલોજીથી સંચાલિત વ્યવસ્થાઓ પર આધારિત હોય; જીવંત વસ્તી, જે સ્વનિર્ભર ભારત માટે આપણી ઊર્જાનો સ્ત્રોત છે; અને માગ, જેમાં આપણી માગ અને પુરવઠાની મજબૂત સાંકળનો સંપૂર્ણ ક્ષમતા સાથે ઉપયોગ કરવો પડશે. તેમણે માગ વધારવા અને એને પૂર્ણ કરવા પુરવઠાની સાંકળમાં તમામ ભાગીદારોને મજબૂત કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આત્મનિર્ભર ભારત અભિયાન…