તમે મારા માટે કંઇ કર્યું નથી-એવું કહેનાર કુમાર શાનુના પુત્રે આપ્યો ગાયકે જવાબ

જાન કુમાર સાનુ કદાચ ‘બિગ બોસ’ ના ઘરે વધારે કમાલ કરી શક્યા નથી, પરંતુ આ શોમાંથી બહાર આવ્યા બાદ તે પોતાના અંગત સંબંધોને કારણે ચર્ચામાં છે. જાન કુમાર સાનુએ શોમાંથી બહાર આવતાની સાથે જ પિતા કુમાર સાનુને નિશાન બનાવ્યા છે. જાને કહ્યું કે તેના પિતાએ તેમના ઉછેર અંગે સવાલ ઉઠાવ્યા છે, જ્યારે તેને તેનો કોઈ અધિકાર નથી.

આ એટલા માટે કારણ કે એક પિતા તરીકે, કુમાર સાનુએ ક્યારેય તેની અથવા તેના ભાઈઓ અને માતાની જવાબદારી લીધી ન હતી. હવે કુમાર સાનુએ પણ આ સમગ્ર મામલે જવાબ આપ્યો હતો. દિગ્ગજ સિંગરે કહ્યું કે તેમને આ બધું તેમના પુત્ર પાસેથી સાંભળવું ખૂબ જ ખરાબ લાગ્યું છે અને જ્યાં સુધી જવાબદારીની વાત છે ત્યાં સુધી તેમણે તેમના જીવન માટે ઘણું કર્યું છે.

પુત્ર જાન કુમાર સાનુના આક્ષેપો અંગે કુમાર સાનુએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે મેં તેને બંગલો આપ્યો હતો અને મહેશ ભટ્ટ અને રામેશ તૌરાણી સાથે મુલાકાત પણ કરાવી હતી.