સોમવારે દુનિયાનો જાણીતો 48મો ઈન્ટરનેશનલ એમી ઍવોર્ડ્સ 2020ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નેટફ્લીકસ પર બહુ ચર્ચિત વેબ સીરિઝ દિલ્હી ક્રાઈમને આર્જેન્ટીના, જર્મની અને યુકેની ઘણી શાનદાર વેબ સીરિઝને પછાડીને બેસ્ટ ડ્રામા સીરિઝનો ઍવોર્ડ પોતાના નામ પર કર્યો છે.
રિચી મહેતા દ્વારા નિર્દેશીત વર્ષ 2012માં નિર્ભયા ગેંગરેપ પર બનેલી દિલ્હી ક્રાઈમમાં શૈફાલી શાહે DSP વર્તિકા ચતુર્વેદીની દમદાર ભૂમિકા ભજવી હતી. ટૂંક સમયમાં દિલ્હી ક્રાઈમનો બીજો ભાગ પણ આવવાનો છે. જણાવી દઈએ કે 48મો ઈન્ટરનેશનલ એમી ઍવોર્ડને વર્ચ્યુઅલી હોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વર્ચ્યુઅલ ઈવેન્ટને રિચર્ડ કાઈંડે હોસ્ટ કરી હતી.