APSEZને કોર્પોરેટ સામાજિક પ્રવૃત્તિઓ માટે નેશનલ વોટર એવોર્ડ એનાયત થયો

દ્વિતિય નેશનલ વોટર એવોર્ડઝના એક વર્ચ્યુઅલ સમારંભમાં અદાણી પોર્ટેસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન (APSEZ) લિમિટેડ, મુંદ્રા, કચ્છને બેસ્ટ ઈન્ડસ્ટ્રી ફોર સીએસઆર એક્ટીવિટી કેટેગરીમાં દ્વિતિય પારિતોષક એનાયત થયું છે. આ એવોર્ડ ભારત સરકારના જલ શક્તિ અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના રાજ્યકક્ષાના માનનિય પ્રધાન રતનલાલ કટારિયાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડથી વિવિધ સીએસઆર પ્રવૃત્તિઓના ભાગરૂપે APSEZ મારફતે હાથ ધરાયેલી જળ સંરક્ષણની વિવિધ પ્રવૃત્તિઓનું બહુમાન કરાયું છે.

આ પ્રસંગે APSEZ,મુંદ્રા-કચ્છના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહે જણાવ્યું હતું કે “આ એવોર્ડ અમારી જળ સંરક્ષણ પ્રત્યેની કટિબધ્ધતા અને સમર્પણ ભાવનું ઉદાહરણ પૂરૂં પાડે છે.” ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના વોટર રિસોર્સીસ, રિવર ડેવલપમેન્ટ અને ગંગા રિજુવેનેશન વિભાગ તરફથી આ એવોર્ડ એનાયત કરવામા આવે છે.