BCCIએ IPLથી કરી 4000 કરોડની કમાણી, આટલા ટકાથી વધુની રહી વ્યૂઅરશિપ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સંયુક્ત અરબ અમીરાતમાં IPLથી 4000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલું જ નહીં પરંતુ ગઈ સીઝનના મુકાબલે IPL 2020ની ટીવી વ્યુઅરશીપ 25 ટકાથી વધુની રહી હતી. IPL દરમિયાન 1800 લોકોના 30,000થી વધુ RT-PCR કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સૌથી ખાસ વાત એ રહી છે કે IPL શરૂ થયા કોરોના સંક્રમણનો કોઈ કેસ સામે આવ્યો નથી.

BCCIના અધિકારી અરુણ ધૂમલના કહેવા પ્રમાણે, આ હાઈ-પ્રોફાઈલ ટી20 લીગના અંતમાં આ રિપોર્ટ કાર્ડ છે. આઈપીએલ પણ આ વર્ષની ભારતની પહેલી મોટી ટુર્નામેન્ટ હતી, કારણ કે કોવિડ-19નો પ્રકોપ ફેબ્રુઆરીથી આખી દુનિયામાં ફેલાવા લાગ્યો હતો. પરંતુ ધૂમલે ટુર્નામેન્ટથી પ્રાપ્ત રાજસ્વ અને દર્શકોની સંખ્યના બ્રેક-અપને લઈને ચર્ચા કરી નથી. આ ટુર્નામેન્ટ કોરોનાવાયરસ મહામારીના કારણે સ્ટેન્ડમાં દર્શકો વગર આયોજિત કરવામાં આવી હતી. જણાવી દઈએ કે આયોજકોએ 2017માં 16,347 કરોડ રૂપિયાની મોટી રકમ સાથે બ્રોડકાસ્ટ અને મીડિયા રાઈટ્સને લઈને ડીલ સાઈન કરી હતી.