ગુજરાતના આ જિલ્લાની પોલીસે માસ્ક વગરના લોકોને દંડ કરવાના બદલે માસ્ક આપ્યા

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો થયો હોવાના કારણે સરકાર દ્વારા રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે લોકો કર્ફ્યૂનું પાલન કરે તે માટે પોલીસ વિભાગને પણ કડક કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત દિવસના સમયે પણ નિયમ ભંગ કરતા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસે કોરોનાની મહામારી વચ્ચે લોકોમાં નિયમોના પાલનને લઇને જાગૃત્તા આવે તે માટે એક અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરની પોલીસ દ્વારા નિયમ ભંગ કરવા બદલ લોકોની પાસેથી દંડની વસુલાત કરવામાં આવતી નથી પરંતુ લોકોને સાથે ગાંધીગીરી કરીને તેમને સમજાવવામાં આવી રહ્યા છે.