કલર્સનો આગામી શો – નમક ઈસ્ક કા

નમક ઈસ્ક કા માં ચમચમના રોલમાં શ્રુતિ શર્મા, કલર્સ તૈયાર છે હૃદયસ્પર્શી રોમેન્ટિક ડ્રામા નમક ઈસ્ક કાની  પ્રસ્તુતિ માટે, બિન્દાસ્ત ચમચમ જે પોતાના વ્યવસાયને હિણી નજરે જુએ છે પણ એના લગ્ન થયા છે મુંબઈના એક પ્રતિષ્ઠિત પરિવારમાં. ચમચમ આમ તો એક નર્તકી છે જેને પ્રણાલિગત રીતે નચનીયા કહે છે, તે ખૂબ ઠરેલી અને સીધારસ્તે ચાલતી છોકરી છે. એક અનાથાશ્રમમાં ઉછર્યા બાદ, પોતાના પર આધાર રાખતા લોકોની કાળજી લેવા એ નર્તકી બને છે. ચમચમનો રોલ કરવા શ્રુતિ શર્માને લાવવામાં આવી છે.

શ્રુતિ શર્મા જણાવે છે, આ રોલ મળવા બદલ હું રોમાંચ અનુભવું છું. ચમચમ ઉત્કૃષ્ટ ચરિત્ર છે અને એક કલાકાર તરીકે એ ભજવવા બદલ મને ખૂબ સ્કોપ મળે છે. શોનો અભિગમ ખૂબ દ્રઢ છે અને એની વાર્તા અને એની સફર ચોક્કસ પણે સામાજિક અનુભુતી બદલશે.આ વિશેષ તક આપવા બદલ હું કલર્સ ની આભારી છું અને હું આ શો પર કામ કરવા અને મારો શ્રષ્ઠ નીચોડ આપવા તૈયાર છું.”

શું તમે એક નચનિયાને વહુના રૂપમાં સ્વીકારશો? જુઓ ટૂકમાં જ કલર્સ પર નમક ઈસ્ક કા.