આ તહેવારની સિઝનમાં નાના અને મોટા શહેરોમાં ગ્રાહકો દ્વારા પ્રિમીયમ અને મોટી સાઇઝના ટીવી અને કન્ઝ્યુમર એપ્લાંસીસની ખરીદીએ સેમસંગની વૃદ્ધિને ઓક્ટોબરમાં 32% પર પહોંચાડી

ભારતની સૌથી મોટી અને અત્યંત વિશ્વસનીય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગે ભારતના નાના શહેરમાં રહેતા ઉપભોક્તાઓ દ્વારા પ્રિમીયમ ટેલિવીઝન, રેફ્રીજરેટર્સ, વોશિંગ મશિન્સ અને માઇક્રોવેવ ઓવન્સની ખરીદી આ તહેવારની સિઝનમાં અનુભવી છે. તહેવારની સિઝનના પ્રથમ તબક્કામાં એટલેકે ઓક્ટોબર મહિનામાં સેમસંગે પ્રિમીયમ વેચાણમાં 68%ની વૃદ્ધિ અને એકંદરે વેચાણમાં 36%ની વૃદ્ધિ અનુભવી છે.

તેની સામે ભારતમાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રનીક્સ બિઝનેસમાં ઓક્ટોબરમાં 32%ની વૃદ્ધિ અનુભવી છે. ગ્રાહકો પોતાના ઘરને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ કરવા માટે મોટા સ્ક્રીનમાં અને ઊંચી ક્ષમતાવાળા સેમસંગ વોશિંગ મશિન્સ અને રેફ્રીજરેટર્સ અપગ્રેડ કરી રહ્યા હોવાથી આ પ્રવાહે માર્કેટના પ્રિમી/c સેગમેન્ટની વૃદ્ધિને 50%થી ઉપર ધકેલી છે.

આ પ્રવાહને કારણે સેમસંગે તેની એકંદરે ટીવી કેટેગરીમાં 32%ની વૃદ્ધિ અનુભવી છે, જેમાં 65 ઇંચ અને તેનાથી વધુની કેટેગરીમાં 80% સુધીની વૃદ્ધિ જોઇ છે. ઓટોટી પ્લેટફોર્મ પર કન્ટેન્ટ વપરાશમાં થયેલો વધારો, બાળકો માટે ઓનલાઇન શિક્ષણ અને વર્ક ફ્રોમ હોમ જેવા પરિબળોને કારણે ગ્રાહકો ફક્ત ચડીયાતી ટેકનોલોજીને જ ધ્યાનમાં રાખે છે એટલું જ નહી પરંતુ પોતાની વિકસતી જીવનશૈલીની જરૂરિયાતોને પહોંચી વળવા મટે તેમના ટીવી માટે વધુ સારી કલાત્મકતાની પણ ઇચ્છા રાખતા હોય છે. બદલાતી જતી ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવા માટે સેમસંગે તેની પ્રિમીયમ ટીવી કેટેગરી માટે 50%ની પ્રોત્સાહક વૃદ્ધિનો અનુભવ કર્યો છે.

UHD ટીવી કેટેગરીમાં સેમસંગે ટાયર 2 અને 3 શહેરોમાં 72%ની વૃદ્ધિ અને QLED ટીવી 65 ઇંચમાં નાના શહેરમાં 105%ની જંગી વૃદ્ધિ અનુભવી છે.

ગ્રાહકોએ બહાર નીકળવાનું ઓછુ અને ઘરે જ વધુ ખોરાક ભરવાનું ચાલુ રાખ્યુ હોવાની બાબત ઊંચી ક્ષમતાવાળા સેમસંગ રેફ્રીજરેટર્સની માગના વધારામાં પરિણમ્યા છે. પ્રિમીયમ સાઇડ-બાય-સાઇડ રેફ્રીજરેટર કેટેગરીમાં સેમસંગે 75%ની એકંદરે વૃદ્ધિ અનુભવી છે અને ફ્રોસ્ટ ફ્રી 350L અને તેનાથી ઉપરના સેગમેન્ટમાં 40%ની વૃદ્ધિ થઇ છે. ભારતના નાના શહેરોમાં ફ્રોસ્ટ ફ્રી 350L અને તેનાથી ઉપરના રેફ્રીજરેટર્સ સેગમેન્ટમાં 70%ની વૃદ્ધિ અનુભવી છે જ્યારે સાઇડ-બાય-સાઇડ રેફ્રીજરેટર્સમાં જંગી 100%નો ઊછાળો અનુભવ્યો છે.

તાજેતરના સમયમાં ઘરની પ્રવૃત્તિઓને વધુ સરળ બનાવવા માટે ઊંચી ક્ષમતાવાળા, સંપૂર્ણ ઓટોમેટીક વોશિંગ મશિન જેમ કે સેમસંગ હાઇજીન સ્ટીમની માગમાં વધારો થયો છે. આ પ્રવાહ ફક્ત મોટા શહેરોમાં જ નહી પરંતુ ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં પણ જોવામાં આવ્યો છે. જેના કારણે સેંમસંગના ઊંચી ક્ષમતાવાળા ફુલ્લી ઓટોમેટીક ફ્રંચ લોડ અને ફુલ્લી ઓટોમેટીક ટોપ લોડ વોશિંગ મશિન્સે એકંદરે 50%ની વૃદ્ધિ અનુભવી છે.

પ્રવર્તમાન તહેવારના વેચાણની સફળતા પર આધાર રાખતા અને ગ્રાહકોની વિકસતી જીવનશૈલીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા સેમસંગ આ તહેવારની સિઝનમાં તેની કસ્ટમર ડ્યોરેબલ કેટેગરી માટે 30%ની એકંદરે વૃદ્ધિ હાંસલ કરવાનો ઉદ્દેશ ધરાવે છે.

આ ઓક્ટોબર મહિનો અમારા માટે અત્યાર સુધીમાં શ્રેષ્ઠ રહ્યો છે, દરેક ગ્રાહકો ખાસ કરીને ટાયર 2 અને ટાયર 3 શહેરાં પોતાની જિંદગીમાં અપગ્રેડ કરવાનું વિચાર્યુ હતું. માગ હવે પ્રિમીયમ ઇલેક્ટ્રોનીક્સ પ્રોડક્ટ્સ તરફ વળી રહી છે. અમારા રિટેલ ટચ પોઇન્ટ્સને ગ્રાહકો માટે બને એટલા વધુ સુરક્ષિત બનાવવાનો પ્રયત્ન કર્યો છે,” એમ સેમસંગ ઇન્ડિયાના કન્ઝ્યુમર ઇલેક્ટ્રનીક્સ બિઝનેસના સિનીયર વાઇસ પ્રેસિડન્ટ રાજુ પુલ્લાને જણાવ્યું હતુ.

અગાઉ આ મહિને સેમસંગે ફેસ્ટિવ ઓફર્સના ભાગરૂપે સેમસંગ ટેલિવિઝન્સ અને ડિજિટલ એપ્લાયન્સીસ પર આકર્ષક ઓફરો પર રજૂ કરી છે. ગ્રાહકોને ચુનંદાં સેમસંગ QLED 8K અને QLED TVs અને ગેલેક્સી ફોલ્ડ જેવાં સ્પેમેક્સ ફેમિલ  હબ™ રેફ્રિજરેટર્સ, ગેલેક્સી S20 અલ્ટ્રા, ગેલેક્સીનોટ 10 લાઈટ, ગેલેક્સી A31 અને ગેલેક્સી A21s મોબાઈલ ફોન્સ સાથે ખાતરીદાયક ભેટો મળી શકે છે. આકર્ષક પ્રોડક્ટ ઓફરો સાથે રૂ. 20,000 સુધી કેશબેક અને રૂ. 990 જેટલી ઓછી રકમથી શરૂ થતા માસિક હપ્તા સહિતની આકર્ષક ફાઈનાન્સ યોજનાઓ 20મી નવેમ્બર, 2020 સુધી માન્ય રહેશે.

Link:https://news.samsung.com/in/this-festive-season-give-your-home-a-stylish-makeover-with- samsungs-exciting-home-festive-home-offers-and-great-products

સેમસંગની પ્રોડક્ટ રેખાઃ

સેમસંગ QLED 8K ટીવી :

ગયા વર્ષે દુનિયાનાં પ્રથમ QLED 8K ટીવીના લોન્ચ સાથે પ્રીમિયમ ટીવી અવકાશમાં આગેવાની કરતાં સેમસંગનાં 2020 QLED 8K ટીવી અત્યંત પ્રીમિયમ ટીવી અને હોમ એન્ટરટેઈનમેન્ટ માટે નવો દાખલો બેસાડવા માટે સુસજ્જ છે. આ વર્ષની રેખા QLED 8K રેન્જની અજોડ વિશિષ્ટતાઓ લાવે છે, જેમાં ઈનફિનિટી સ્ક્રીન, એડપ્ટિવ પિક્ચર, એક્ટિવ વોઈસ એમ્પ્લિફાયર, ક્યુ- સિમ્ફોની અને ઓબ્જેક્ટ ટ્રેકિંગ સાઉન્ડ+ જેવી વિશિષ્ટતાઓ આજે ઉપલબ્ધ અત્યંત રોમાંચક પિક્ચર ગુણવત્તા અને ગતિશીલ સાઉન્ડ અનુભવ પૂરો પાડે છે. સેમસંગના QLED 8K ટીવી અસલી 8K રિઝોલ્યુશન, 8K AI અપસ્કેલિંગ, ક્વેન્ટમ પ્રોસેસર 8K અને ક્વેન્ટમ HDR સાથે આવે છે, જે સર્વ અદભુત 8K અનુભવ પૂરો પાડવા માટે નિર્માણ કરાયાં છે.

ફ્રેમ QLED ટીવીઃ

ફ્રેમ QLED ટીવી તે બંધ હોય ત્યારે પણ ટીને અર્થ આપે છે. તમે ટીવી નહીં જોતા હોય ત્યારે સ્ક્રીન કાળું થઈ જવાને બદલે તમે તેને પિક્ચર ફ્રેમ તરીકે ઉપયોગ કરી શકો છો, જે પેપર, ફિલ્મ કે કેન્વાસ પર હોય તે રીતે જ કળાકૃતિ અને ફોટોનું પ્રદર્શન કરે છે. તે અસલી ફ્રેમની જેમ ટિંગાઈ જાય છે. નો ગેપ વોલ- માઉન્ટ સાથે તે બધી બાજુથી મનોહર દેખાય છે અને તમારી જગ્યામાં ઉત્તમ રીતે બંધબેસી જાય છે. ધ ફ્રેમ એડપ્ટિવ પિક્ચર, એડપ્ટિવ સાઉન્ડ, એક્ટિવ વોઈસ એમ્પ્લિફાયર, મલ્ટી- વ્યુ વગેરે જેવી નવી ટેકનોલોજી સાથે આવે છે.

4K UHD સ્માર્ટ ટીવીઃ

સેમસંગનાં UHD ટીવી તેના ગ્રાહકોના રોજબરોજના જીવનમાં ટીવીના ઈન્ટીગ્રેશન, ઉપભોગ અને ઈન્ટરએકશન થકી અજોડ ફીચર્સ ઓફર કરે છે. PurColor ટેકનોલોજી દ્વારા પ્રેરિત સેમસંગ UHD ટીવીનું લક્ષ્ય બેજોડ ધારદારપણું અને કોન્ટ્રાસ્ટ સ્તર સાથે ઉત્કૃષ્ટ કલર્સ પ્રદાન કરવાનું છે. ઘણી બધી વિશિષ્ટતાઓ, જેમ કે, લાઈવ કાસ્ટ, ટ્યુન સ્ટેશન, પીસી મોડ, સ્ક્રીન મિરરિંગ, ગેમ એન્હાન્સર, ત્રણ બાજુ અસીમિત ડિઝાઈન સાથે 4K રિઝોલ્યુશન સાથે આ ટીવી ગ્રાહકોને બહેતર પિક્ચર ગુણવત્તા અને ઉત્કૃષ્ટ કન્ટેન્ટ ઉપભોગ ક્ષમતાઓ માણવા માટે સશક્ત બનાવે છે.

સેમસંગ સ્પેસમેક્સ ફેમિલી હબ™

ધ ફેમિલી હબ™ સ્માર્ટથિંગ્સ ઈકોસિસ્ટમ સાથે કામ કરે છે, જે ઉપભોક્તાઓને ફેમિલી હબ™ સ્ક્રીન પરથી તેમનાં કનેક્ટેડ એપ્લાયન્સીસ ફ્લેક્સ વોશ વોશિંગ મશીન અને સ્માર્ટફોન પર નિયંત્રણ અને દેખરેખ રાખવાની સુવિધા આપે છે. અંતર્ગત વ્યુ ઈનસાઈડ કેમેરાને લીધે ઉપભોક્તાઓ ડિજિટલ રીતે તેમના ખાદ્યની સમાપ્તિ તારીખ નોંધ કરી શકે અથવા ગમે ત્યાંથી તેમના ફ્રિજની અંદર ડોકિયું કરવા માટે મોબાઈલ ડિવાઈસનો ઉપયોગ કરી શકે છે. આથી હવે ગ્રાહકો કરિયાણાની દુકાનમાંથી તેમના ફ્રિજની અંદર જોઈ શકે છે અને/ અથવા બાળકોને તેમની સ્કૂલ પછી તેમનો રૂમ સાફ કરવા માટે યાદ અપાવવા સ્ક્રીન પર નોંધ રાખી શકે છે. ઉપભોક્તાઓ કિચન છોડ્યા વિના પણ અન્ય ઘણું બધું કરી શકે છે.

કર્ડ મેસ્ટ્રો™- રોજબરોજના ઘર માટે ઈનોવેશન

કર્ડ મેસ્ટ્રો રેફ્રિજરેટરો ખાદ્યનો સંગ્રહ અને સંવર્ધનની પાર ભારતમાં પારંપરિક રેફ્રિજરેટરની ક્ષિતિજની પાર છે. કર્ડ મેસ્ટ્રો ભારતીય પરિવારોમાં મહત્ત્વપૂર્ણ ખાદ્યસામગ્રી દહીં બનાવવા માટે જટિલ, સમય લેતી અને ટ્રિકી સમસ્યાઓને દૂર કરે છે.

કર્ડ મેસ્ટ્રોનો ઉપયોગ કરવા માટે દૂધ ઉકાળીને ઠંડું કરવું અને મેન્યુઅલી કર્ડ કલ્ચર સાથે મિશ્રિત કરવું, જે પછી કર્ડ મેસ્ટ્રો આથો તૈયાર કરવાના કામનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. તે દહીંને આથવા સાથે સંગ્રહ પણ કરે છે. કર્ડ મેસ્ટ્રો દહીંને દરે સમયે સાતત્યતામાં રાખે છે અને અલગ અલગ હવામાનની સ્થિતિઓમાં દહીં બનાવવાની બધી ઝંઝટ દૂર કરે છે. કર્ડ મેસ્ટ્રો 6.5થી 7.5 કલાકમાં દહીં તૈયાર કરે છે. નરમ દહીં 6.5 કલાકમાં અને ઘટ્ટ દહીં 7.5 કલાકમાં તૈયાર કરે છે.

સેમસંગ સાઈડ- બાય- સાઈડ અને ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટરઃ

સ્પેસમેક્સ સાઈડ- બાય- સાઈડ રેફ્રિજરેટરો અને ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટરો ભારતીય ગ્રાહકોની વૈવિધ્યપૂર્ણ સંગ્રહની જરૂરતોને પહોંચી વળે છે. સેમસંગ રેફ્રિજરેટરો તાજગી, ઊર્જા કાર્યક્ષમતા અને ઠંડક તથા ટકાઉપણાનું સંમિશ્રણ છે. તે વીજ બિલો પર બચત, વીજકાપ દરમિયાન પણ બેરોકટોક કૂલિંગ અને તાજગી આપવા ઉત્તમ નિવારણ છે.

ક્યુ- રેટર ટેકનોલોજી અને હાઈજીન સ્ટીમ સાથેનાં સેમસંગનાં વોશિંગ મશીનોઃ

સેમસંગની ક્યુ-રેટર ટેકનોલોજી આખરી AI પાવર્ડ લોન્ડ્રી આસિસ્ટન્ટ છે, જે ઉપભોક્તાઓને વધારાની સુવિધા સાધે લોન્ડ્રી મેનેજ કરવા માટે ત્રણ સ્માર્ટ ફીચર્સ પૂરાં પાડે છે. લોન્ડ્રી પ્લાનર થકી ગ્રાહકો લોન્ડ્રી ફિનિશિંગ ટાઈમ મેનેજક કરી શકે છે, જેને લીધે તેઓ પોતાની ફુરસદે તેમના શિડ્યુલ નિયંત્રણ કરી શકે છે. જ્ઞાનાકાર ઈન્ટરફેસ ઉપયોગમાં આસાન છે અને નિશ્ચિત સમય માટે યોગ્ય ચક્રનું સૂચન પણ કરે છે. લોન્ડ્રી રેસિપી રંગ, કપડાનો પ્રકાર અને ગંદકીની માત્રા જેવી ઉપભોક્તા દ્વારા ઈનપુટ કરાતી માહિતીને આધારે મહત્તમ વોશ ચક્રો માટે આપોઆપ સૂચનો આપે છે, જેને લીધે કયું ચક્ર ઉત્તમ છે તેનું અનુમાન લગાવવાની જરૂર રહેતી નથી. હોમકેર વિઝાર્ડ પૂર્વસક્રિય રીતે તમારી વોશિંગ મશીનની સ્થિતિની દેખરેખ રાખે છે અને તેની શ્રેષ્ઠતાએ તેની જાળવણી થાય તેની ખાતરી રાખવા માટે ટિપ્સ પણ આપે છે. તે ઝડપી અને આસાન રિમોટ ટ્રબલશૂટિંગ સપોર્ટ પણ આપે છે.

હાઈજીન સ્ટીમ કપડાં સ્વચ્છ અને સેનિટાઈઝ્ડ રહે તેની ખાતરી રાખે છે. તે ડ્રમના તળિયામાંથી સ્ટીમ છોડીને વોશિંગની ગુણવત્તા સુધારે છે. આને કારણે ડ્રમની અંદર દરેક કપડાં સંપૂર્ણ સોક્ડ થાય છે. હાઈજીન સ્ટીમ ગંદકી અને 99.9 ટકા સુધી જીવાણુને દૂર કરે છે.

સેમસંગ માઈક્રોવેવ ઓવન

સેમસંગે માઈક્રોવેવ ઓવન્સમાં ઈનોવેશન્સ સાથે ભારતીય રસોઈકળામાં ક્રાંતિ લાવી દીધી છે, જે ખાસ ભારત માટે તૈયાર કરવામાં આવ્યા છે. ગ્રાહકો હવે નવી માઈક્રોવેવ રેન્જમાં રોટલી, નાન અને દહીં બનાવવા ઉપરાંત મસાલા, તડકા અને સન- ડ્રાય ફૂડ પણ તૈયાર કરી શકે છે.