શુ સામાન્ય જનતા માટે જ છે કરફ્યુ? સરકારને નથી લાગુ પડતા નિયમો ??

કોરોનાના કેસ વધ્યા છે જેના લીધે સરકારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કરફ્યુ જાહેર કર્યું છે. આ સાથે જ બધા કાર્યક્રમો કરવા પર રોક પણ લગાવામાં આવી છે. જેથી સામાજિક અંતર પણ જળવાઈ રહે. પણ બીજી તરફ દેખાયું કે મંત્રી જ દિવાળી સ્નેહમિલન કરે છે. આ સ્નેહમિલન બોટાદ સર્કિટ હાઉસમાં થયું હતું. તે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. જાણવામાં આવ્યું છે કે તેઓએ નિયમોનું પાલન નહોતું કર્યું. આ અંગે બધાને પ્રશ્નો ઉભા થાય છે કે સરકાર અને જનતા વચ્ચે આ નિયમોનો તફાવત કેમ?