NCBએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લીંબાચિયાની ધરપકડ ડ્રગ્સ મામલે કરી છે. આ વાતની પુષ્ટિ NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ કરી છે. ભારતી અને હર્ષના ઘરે શનિવારના રેડ કરવામાં આવી હતી અને તેને ઘરેથી ગાંજો મળી આવ્યો હતો. એવી પણ માહિતી મળી રહી છે કે, NCBના અધિકારીઓની પૂછપરછમાં ભારતીએ ડ્રગ્સ લેવાનો વાતનો સ્વીકાર કર્યો હતો.
જણાવી દઈએ કે, ભારતીના ઘરેથી ગાંજો મળ્યા પછી NCBએ સમન્સ મોકલીને કચેરી પર ભારતી અને તેના પતિ હર્ષને પૂછપરછ માટે બોલવામાં આવ્યા હતા. શનિવારે NCB દ્વારા પૂછપરછ બાદ ભારતીની ધરપડક કરવામાં આવી હતી. આ બાબતે ભારતી અને હર્ષના નોકરની પણ પૂછપરછ કરવામાં આવી હતી. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, બંનેએ જ્યાંથી ડ્રગ્સ મંગાવ્યું હતું તે સોર્સની પણ જાણકારી NCBએ મેળવી લીધી છે.
ભારતી સિંહની ધરપકડ બાદ તેમણે NCBની કસ્ટડીમાં રાખવામાં આવી છે. જ્યારે ભારતીની પૂછપરછ ચાલી રહી છે. મોડી રાત્રે ભારતીની માતા પણ તેને મળવા NCBની ઓફીસ પર પહોંચી હતી પરંતુ ઓફિસર દ્વારા ભારતીને મળવા માટેની મંજૂરી આપવામાં આવી નહોતી. હવે NCB દ્વારા ભારતીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા ભારતી અને હર્ષને કસ્ટડીમાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. બંનેની ધરપકડ પકડ NDPSની કલમ 27 અનુસાર કરવામાં આવી છે.