ગુજરાતમાં આ પર્યટક સ્થળ થયું કોરોના મુક્ત, માસ્ક વગર ગયા તો થશે 4 ગણો દંડ

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસને લઇને સરકારની ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં કોરોનાને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદર આ ચાર શહેરમાં નાઈટ કર્ફ્યું લાગુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નિયમનો ભંગ કરતા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સુચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતનું એક ફરવા લાયક સ્થળ કોરોના મુક્ત થયું છે પરંતુ જો તમે આ સ્થળ પર ફરવા જવાનો વિચાર કરતા હોય તો તમારે ફરજીયાત માસ્ક પહેરીને જવુ પડશે. જો તમે આ સ્થળ પર ભૂલથી પણ માસ્ક પહેર્યા વગર પકડાશો તો તમારે ચાર ગણો વધારે દંડ ભરવો પડશે.

રિપોર્ટ અનુસાર કોરોના મુક્ત થયેલા ફરવા લાયક સ્થળનું નામ દીવ છે અને તકેદારીના ભાગ રૂપે દીવના પ્રસાશન દ્વારા માસ્ક વગર ફરતા લોકોની પાસેથી ચાર ગણા દંડની વાસુલાત કરવાનું નક્કી કર્યું છે. મહત્ત્વની વાત છે કે, રજાઓના દિવસોમાં લોકો દીવના દરિયા કિનારે ફરવા જવાનું વધારે પસંદ કરે છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે દીવમાં ફરીથી કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે દીવના તંત્ર દ્વારા માસ્ક નહીં પહેરનારા લોકોની પાસેથી ચાર ગણા દંડની વસુલાત કરવાનો નિર્ણય કર્યો છે.