એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ YouTube પર ફેક ન્યુઝ પોસ્ટ કરનારા એક YouTuberની મુંબઈ પોલીસે બિહારથી ધરપકડ કરી છે. આરોપ છે કે તેણે ફેક સમાચારોથી વિતેલા 4 મહિનામાં 15 લાખ રૂપિયાની કમાણી કરી છે. આ બાબતે શિવસેનાની લીગલ સેલ સાથે જોડાયેલા વકીલ ધર્મેન્દ્ર મિશ્રાએ કેસ દાખલ કરાવ્યો હતો. આરોપી 25 વર્ષીય રાશીદ સિદ્દીકી બિહારનો એક સિવિલ એન્જિનિયર છે. તે YouTube પર FF NEWS નામથી એક ચેનલ ચલાવે છે. ધર્મેન્દ્ર મિશ્રાની ફરિયાદ પર રાશીદ સિદ્દીકી વિરૂદ્વ માનહાની, સાર્વજનિક રૂપે બદનામ કરવા અને જાણી જોઇને અપમાનના આરોપમાં કેસ દાખલ કર્યો છે. જોકે કોર્ટે રાશિદ સિદ્દીકીને અગ્રિમ જમાનત આપી દીધી છે અને તેને તપાસમાં સહયોગ કરવા કહ્યું છે.
મુંબઈ પોલીસ, મહારાષ્ટ્ર સરકાર, મંત્રી આદિત્ય ઠાકરે અને એક્ટર અક્ષય કુમાર વિરૂદ્વ રાશિદ સિદ્દીકીના સમાચારોને લાખો YouTubersએ જોયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે YouTube પર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદના સમાચારથી તેણે 6.5 લાખ રૂપિયાની કમાણી કરી હતી. આ પહેલા મુંબઈ સાઈબર પોલીસે દિલ્હીના વકીલ વિભોર આનંદની ધરપકડ કરી હતી. વિભોર આનંદ પર સુશાંતના મોત સાથે સંબંધિત ફેક વીડિયો પોસ્ટ કરવા અને મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે અને આદિત્ય ઠાકરેને અપશબ્દ કહેવાનો આરોપ હતો. વિભોર આનંદને પણ આ વીડિયોથી હજારો સબ્સક્રાઈબર મળ્યા. રાશિદ સિદ્દીકી પાસે સુશાંતના મોત પહેલા 2 લાખ સબ્સક્રાઈબર હતા, જે હવે વધીને 3.70 લાખ થઇ ગયા છે.
