‘નેરોલેક કલર માય સ્પેસ એપ’ સાથે માત્ર એક ક્લિક દબાવો અને તમારા ઘરને એકદમ નવું બનાવો

ભારતમાં અગ્રણી પેઈન્ટ બ્રાન્ડ્સમાંની એક કેન્સાઈ નેરોલેક પેઈન્ટ્સ લિ.એ તેના શતાબ્દી વર્ષમાં મકાન માલિકોની પેઈન્ટિંગ સંબંધિત બધી જ જરૂરિયાતો પૂરી કરવા માટે વન-સ્ટોપ ઈમર્સિવ પ્લેટફોર્મ તેની ગ્રાહક મોબાઈલ એપ – નેરોલેક કલર માય સ્પેસ લોન્ચ કરી છે. આ એપ અંગ્રેજીમાં અને નવ અન્ય ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે અને ગ્રાહકોને રંગોનું વૈવિધ્ય શોધવા માટે કોઈપણ અવરોધવિહિન અને આનંદદાયક અનુભવ પૂરો પાડે છે. નેરોલેક કલર માય સ્પેસ એપ ગૂગલ પ્લેસ્ટોર અને એન્ડ્રોઈડ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે.

આ એપ સાથે કેન્સાઈ નેરોલેક પેઈન્ટ્સનો આશય તેના ગ્રાહકોને તેમના ઘર, ઓફિસ અથવા અન્ય જગ્યા પર ખરેખર પેઈન્ટિંગ કરાવે તે પહેલાં તેમની પસંદગીના રંગો, ટેક્સચર્સ, બંનેના સંયોજન અને ડિઝાઈન્સ વર્ચ્યુઅલી જોવાની તક પૂરી પાડવાનો છે. ગ્રાહકો નેરોલેકની ઈન્ટિરિયર અને એક્સટિરિયર ઉત્પાદનોનો વૈવિધ્યપૂર્ણ વેરાઈટીમાંથી પણ પસંદગી કરી શકે છે.

આ પ્રસંગે વાત કરતાં કેન્સાઈ નેરોલેક પેઈન્ટ્સ લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી અનુજ જૈને જણાવ્યું હતું કે, ‘નેરોલેક કલર માય સ્પેસ એપ રજૂ કરતાં અમે ખૂબ જ રોમાંચિત છીએ. આ એપ એક્સક્લુઝિવ કલર પિકર ટૂલ, પેઈન્ટ બજેટ કેલ્ક્યુલેટર, કલર વિઝ્યુઅલાઈઝર જેવા ફિચર્સ સાથે 9 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે અને નેરોકેલ ઉત્પાદનો પર ઓફર્સની વિગતો ગ્રાહકોને તેમના ઘરે જ તેમની સાનુકૂળતાએ નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. અમારા ગ્રાહકોને આ એપ ખૂબ જ ગમશે અને તેઓ આ અનુભવને વખાણશે તેવી અમને અપેક્ષા છે.’

એપ પર પૂરું પાડવામાં આવેલું કલર અને ટેક્સચર પેલેટ ટૂલ ગ્રાહકોને 1500થી વધુ વિકલ્પોની રેન્જ પૂરી પાડે છે અને તમે તમારી પોતાની કસ્ટમાઈઝ્ડ પેલેટ્સ પણ બનાવી શકો છો. અજોડ અને વર્સેટાઈલ કલર પિકર ટૂલ તમારી દિવલો પર કોઈપણ રંગને વિઝ્યુઅલાઈઝ કરવા સક્ષમ બનાવે છે. એપ પર પ્રીવ્યુ ફિચરની મદદથી તમે તમારી દિવાલનો ફોટો પાડી શકો છો અને તેના પર 1500થી વધુ શેડ્સ અને ટેક્સચર્સ વિઝ્યુઅલાઈઝ કરી શકો છો, જે રંગોની પસંદગીને સરળ બનાવે છે.

આ એપ ઈન્સ્પીરેશન ટૂલ પણ ઓફર કરે છે, જે વીડિયો, આર્ટિકલ્સ, વોલ આર્ટ આઈડિયાસ, ટ્રેન્ડ્સ અને ગ્રાહકોએ આપેલા પ્રશંસાપત્રો મારફત ઈન્સ્પિરેશન્સમાંથી વિવિધ જગ્યાઓને બ્રાઉઝ કરવાની તક આપે છે.

આ એપ પર એક મહત્વનું ટૂલ પેઈન્ટ બજેટ કેલ્ક્યુલેટર છે. આ ટૂલ ગ્રાહકોને તેમની ચોક્કસ પેઈન્ટિંગ જરૂરિયાતો માટે તેમના પેઈન્ટ જરૂરિયાતોનો અંદાજ મેળવવામાં મદદરૂપ થાય છે. આ એપ વધુમાં ડીલર અને પેઈન્ટર લોકેટર ટૂલ ઓફર કરે છે, જે ગ્રાહકોને તેમના વિસ્તારમાં તેમની નજીકના પેઈન્ટર અને ડીલર શોધવામાં મદદરૂપ થાય છે.

કેન્સાઈ નેરોલેક પેઈન્ટ્સ લિ. તેના 100 વર્ષના વારસા સાથે ટ્રેન્ડ સેટર છે અને પેઈન્ટ ટેક્નોલોજીના અનેક ક્ષેત્રોમાં ઉદ્યોગ માટે મહત્વની બેન્ચમાર્ક છે. દેશમાં અગ્રણી પેઈન્ટ બ્રાન્ડ્સ તરીકે નેરોલેક કલર માય સ્પેસ એપને કેન્સાઈ નેરોલેક પેઈન્ટ્સ લિ.ના વિશ્વાસ અને નવીનતાનું સમર્થન છે.

ડાઉનલોડ નેરોલેક કલર માય સ્પેસ એપ અહીં :

આઈઓએસ : https://apple.co/340anwc