ભારતીય નૌકાદળની નવી સ્વદેશી સબમરીન

ભારતીય નૌકાદળની પાંચમી સ્કોર્પીન-વર્ગની સબમરીન ‘વાગીર’ને આજે મુંબઈમાં મઝગાંવ ગોદીમાં લોન્ચ કરવામાં આવી. ફ્રેન્ચ ડિઝાઈનવાળી આ સબમરીનને ભારતમાં સ્વદેશી ટેક્નોલોજી વડે બનાવવામાં આવી છે.

અણુસબમરીન ‘વાગીર’નું જલાવતરણ, ભારતીય નૌકાદળની તાકાત વધી. ફ્રેન્ચ ડિઝાઈનવાળી આ અણુ-સબમરીનને ‘મેક ઈન ઈન્ડિયા’સંકલ્પ અંતર્ગત સ્વદેશી ટેક્નોલોજી વડે ભારતમાં બનાવવામાં આવી છે. હિંદ મહાસાગરની શિકારી માછલી ‘વાગીર’ના નામ પરથી આ સબમરીનનું નામ રાખવામાં આવ્યું છે.