દિવાળીનો તહેવાર નજીક આવતા સુરતમાં ટેક્સ્ટાઇલ માર્કેટ, હીરા બજાર અને અન્ય ઉદ્યોગોમાં પણ ઉઠામણા થવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં એક જ્વેલર્સની દુકાન ધરાવતાં પિતા અને પુત્રએ 2 કરોડ કરતાં વધારેના સોનાના દાગીના લઈને ઉઠામણું કર્યું હોવાની ફરિયાદ સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
એવી પણ માહિતી મળી રહી છે કે, ઉઠમણું કરતા પહેલા પિતા અને પુત્ર એ તેમનો ફ્લેટ, બાઈક અને કાર જેવી વસ્તુઓ પણ વેચી નાખી હતી. 40 વર્ષથી દુકાન ધરાવતા પિતા-પુત્રએ બે કરોડ કરતાં વધારે સોનાના દાગીના લઇને ઉઠમણું કરતા ગ્રાહકો અને અન્ય જ્વેલર્સમાં પણ ફફડાટ જોવા મળ્યો છે.
