ભારતના સૌથી મોટા દાનવીર કોણ ? કેટલાનું કર્યું દાન ?

આઇટી કંપનનીના મલિક અઝીમ પ્રેમજીએ આ વખતે પણ સમાજ સેવા કરી. 2020 ખૂબ કઠિન વર્ષ રહ્યું છે સૌ માટે. એવામાં અઝીમ પ્રેમજીએ રોજ 22 કરોડનું દાન કરેલ છે. આખા વર્ષમાં કુલ 7904 કરોડનું દાન અઝીમ પ્રેમજીએ કર્યું છે. ભારતમાં તે સૌથી વધારે દાન કરનારા વ્યક્તિ બન્યા છે.

એચસીએલ કંપનનીના મલિક શિવ નાડરે પણ ઘણું દાન કરેલું. પણ અઝીમ પ્રેમજીએ તેમને પણ પાછળ છોડી દીધા છે. શિવ નાડરે પણ 10 કરોડથી વધુ દાન કરેલું. ભારતમાં અઝીમ પ્રેમજી પહેલા નંબરના દાનવીર છે જ્યારે શિવ નાડર બીજા નંબરે આવે છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આવા દાનવીરો માટે આપણે ખૂબ સમ્માન કરવું જોઈએ.