સેમસંગ ઇનોવેશન એવોર્ડ વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયો, IIT-ISM ધનબાદના વિદ્યાર્થીઓના અદ્યતન ઇનોવેશનને પુરસ્કાર આપ્યા

ટોચના દસ ફાઇનલિસ્ટે મલ્ટીમીડિયા, વિઝન, IOT, કૃષિ અને ચિકિત્સા અંગેના પ્રોજેક્ટ્સ જ્યૂરી સમક્ષ રજૂ કર્યાં

સેમસંગ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT) ISM ધનબાદ ખાતે સેમસંગ ઇનોવેશન એવોર્ડ્સના 10મા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું. દૈનિક જીવનમાં ક્રાંતિ લાવવાનું સામર્થ્ય ધરાવતા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓની ટીમો દ્વારા કરવામાં આવેલા ઇનોવેશનને માન્યતા અને પુરસ્કાર આપવા માટે આ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉના વર્ષથી વિપરિત, આ વર્ષે વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમનો અનુભવ વધુ ટેકનોક્રેટિક હતો કારણ કે વિદ્યાર્થીએ તેમના પ્રોજેક્ટ્સ સંપૂર્ણ વર્ચ્યુઅલ સેટઅપ દ્વારા રજૂ કર્યા હતા. આ વર્ષના કાર્યક્રમ માટેની થીમ ઇન્ટેલિજન્સ ‘સ્પાવિંગ’ ઓન ડિવાઇસીસ હતી અને વિદ્યાર્થીઓએ મલ્ટીમીડિયા, વિઝન, IOT, કૃષિ તેમજ ચિકિત્સા આધારિત તેમના પ્રોજેક્ટ રજૂ કર્યા હતા.

સેમસંગ આર એન્ડ ડી ઇન્સ્ટિટ્યુટ – બેંગલુરુ (SRI-B)ના કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ટેકનોલોજી ઓફિસર ડૉ. આલોકનાથ ડેના હસ્તે આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઇનામ પેટે ટોચના ત્રણ વિજેતાઓને INR 2.3 લાખ આપવામાં આવ્યા હતા જ્યારે અન્ય ફાઇનલિસ્ટ્સને સેમસંગ દ્વારા મેરિટ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

આ એવોર્ડ ફંકશન માટેની જ્યૂરી પેનલમાં ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યૂટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના પ્રો. તારાચંદ અમગોથ, IIT (ISM)  ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ માઇનિંગ મશીનરી એન્જિનિયરિંગના પ્રો. અજિતકુમાર પણ સામેલ હતા. આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે IIT (ISM) ખાતે ડીન (આંતરરાષ્ટ્રીય સંબંધો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સંબંધિત બાબતો) પ્રો. ધીરજકુમારે પ્રારંભિક સંબોધન આપ્યું હતું જ્યારે IIT (ISM) ખાતે એસોસિએટ ડીન (ઇનોવેશન) પ્રો. પંકજ મિશ્રાએ સમગ્ર કાર્યક્રમ સરળતાપૂર્વક ચાલે તે માટે તેનું સંચાલન કર્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રથમ ઇનામ આયુશ સોમાણી, ગૌરવકુમાર અને જ્ઞાનેન્દ્ર દાસને તેમના પ્રોજેક્ટ ‘ઇન્વો-AI’ માટે આપવામાં આવ્યું હતું જે ઇ-ઇન્વોઇન્સિંગ સોલ્યૂશન પૂરા પાડતો ઇનોવેટિવ પ્રોજેક્ટ છે. બીજું ઇનામ સાઇ ભાર્ગવ રેડ્ડી વૂટકુરુ, કોટાપટી સિદ્ધાર્થ ચૌધરી અને રાહુલ કેડિયાને ‘બાયોમાસ લોજિક્સ’ માટે આપવામાં આવ્યું હતું જ્યારે ‘ટ્રાય ફર્સ્ટ’ પ્રોજેક્ટ બદલ અંકિત જયસ્વાલ, સોમ્યા જૈન અને પ્રાક્રિત રાજને ત્રીજું ઇનામ આપવામાં આવ્યું હતું. ફાઇનલ રાઉન્ડમાં પહોંચનારી સાત અન્ય ટીમોને પણ મેરિટ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

સેમસંગ આર એન્ડ ડી ઇન્સ્ટિટ્યુટબેંગલુરુ (SRI-B)ના કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ટેકનોલોજી ઓફિસર ડૉ. આલોકનાથ ડેએ જણાવ્યું હતું કે, વર્ષો વર્ષ, તેજસ્વી યુવાનો ઇનોવેટિવ, ભવિષ્યલક્ષી વિચારો સાથે આગળ આવે છે તે જોઇને ઘણો આનંદ થાય છે. આમાં અમને સૌથી વધુ પ્રભાવિત કરનારી બાબત છે કે, તેઓ નોવેલ્ટી ઉમેરે છે, ઉંડાણપૂર્વકની ટેકનોલોજી લાગુ કરે છે અને પ્રોટોટાઇપ્સ તૈયાર કરે છે. સેમસંગ ઇનોવેશન એવોર્ડના દસમા સંસ્કરણમાં IIT (ISM) ધનબાદના વિદ્યાર્થીઓ ઇન્ટેલિજન્સ સ્પાવિંગ ઓન ડિવાઇસીસથીમ અનુસાર જુસ્સો દર્શાવ્યા છે.

IIT (ISM) ખાતે ડીન (આંતરરાષ્ટ્રીય સંબંધો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સંબંધિત બાબતો) પ્રો. ધીરજકુમારે જણાવ્યું હતું કે, “IIT (ISM) ધનબાદ સેમસંગ ઇનોવેશન એવોર્ડ્સ 2020ના 10મા સંસ્કરણનું આયોજન કરવામાં ખૂબ ગૌરવ અનુભવે છે જે IITના વિદ્યાર્થીઓમાં AI, ડિજિટલ હેલ્થ, IoT, સ્વયંચાલિત વાહનો, સિક્યુરિટી સહિત અન્ય ક્ષેત્રોમાં ઇનોવેટિવ કરવાના સામર્થ્યને બહાર લાવશે.”

વર્ષો વર્ષ, આ કાર્યક્રમમાં સેમસંગ આર એન્ડ ડી ઇન્સ્ટિટ્યુટ બેંગલોર (SRI-B) દ્વારા IIT દિલ્હી, રુડકી, કાનપુર, ઇન્દોર અને મુંબઇ સહિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT)ના વિવિધ યુનિટ્સમાં વિદ્યાર્થી સંગઠનો સાથે સહયોગ સાધવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓ તેમનામાં છુપાયેલા જુસ્સા, ધગશને બહાર લાવવામાં મદદ મળી શકે અને તેમની પ્રોફેશનલ સફર તેમજ પસંદગીઓ પર પ્રભાવ પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

2011માં પરિકલ્પના કરીને શરૂ કરવામાં આવેલા સેમસંગ ઇનોવેશન એવોર્ડનો મૂળ ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ઇનોવેશન અને એન્ટરપ્રેન્યોરશિપને પ્રોત્સાહન આપવાનો છે. આ એવોર્ડનો ઉદ્દેશ એવા કૌશલ્યને સમર્થન આપવાનો છે જેઓ પોતાનો સંશોધનકારી અભિગમ દર્શાવે છે અને એવા પ્રોડક્ટ્સ, સોલ્યૂશન તૈયાર કરે છે જેનાથી સમાજની વાસ્તવિક સમયની સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય. એસઆરઆઈ-બીએ આ વર્ષ ઉદ્યોગ માટે અનોખો એવો શૈક્ષણિક કાર્યક્રમ – સેમસંગ પ્રિઝમ (પ્રિપેરીંગ એન્ડ ઈન્સ્પાયરીંગ સ્ટુડન્ટ્સ માઈન્ડ્સ) લોન્ચ કર્યો છે, જેનો હેતુ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગોની જરૂરિયાતોને પહોંચી વળવા ભારતીય ઈનોવેશન ઈકોસિસ્ટમ સાથે અત્યાધુનિક વિકાસ અને નિર્માણ ક્ષમતાની રચના કરવાનો છે.