જામનગરના ખેડૂતે 10 વીઘાનો પાક સળગાવી દીધો

આ વખતે ચોમાસામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે કેટલીક જગ્યા પર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. તો કેટલીક જગ્યા પર ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા. ખેડૂતોનો પાક નિષ્ફળ થયો હોવાના કારણે અને ખેડૂતોએ સરકારની પાસેથી મદદની માગણી કરી હતી.

જેના કારણે સરકાર દ્વારા ખેડૂતોને રાહત પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વરસાદના કારણે કેટલાક ખેડૂતોના ખેતરમાં રહેલો પાક નિષ્ફળ થતા ખેડૂતોએ પોતાનો પાક સળગાવ્યો હોવાનો કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે. જેમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં રહેતા એક ખેડૂતના ખેતરમાં વરસાદના કારણે જમીનનું ધોવાણ થયું હતું અને જેના કારણે ખેડૂતોના ખેતરમાં વાવેલો મગફળીનો પાક નિષ્ફળ રહ્યો હતો. તે ખેડૂતે આ પાક પશુઓના ખોરાકમાં પણ ઉપયોગમાં ન લઈ શકાય તેવો થઇ ગયો હોવાના કારણે પાક સળગાવી દીધો હતો.