અટલ વીમા કલ્યાણ યોજના હેઠળ હવે ઓનલાઇન ક્લેમ કરી શકાશે, ફિઝિકલી ક્લેમ કરવાની પ્રોસેસ બંધ કરવામાં આવી

વીમા કલ્યાણ યોજનાના એફિડેવિટ ફોર્મમાં દાવો પ્રસ્તુત કરવાની શરત પણ કાઢી નાખવામાં આવી છે.
અગાઉ સરકારે 24 માર્ચથી 31 ડિસેમ્બર 2020 સુધી માટે, બેરોજગારી લાભ હેઠળ ચૂકવણી બમણી કરી દીધી હતી.

આ યોજના અંતર્ગત જે લોકો બેરોજગાર હતા તેમને ભથ્થું આપવામાં આવ્યું હતું. બેરોજગાર વ્યક્તિ આ ભથ્થું 3 મહિના સુધી મેળવી શકે છે. કુલ 3 મહિના માટે સરેરાશ પગારના 50%નો ક્લેમ કરી શકે છે. આ ક્લેમ હોવાના 90 દિવસ પછી તેનો લાભ મળતો હતો, જેને હવે ઘટાડીને 30 દિવસ કરવામાં આવ્યો છે.