અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઇ ચૂકી છે. ફિલ્મને લઇ ઘણી હાઈપ હતી. લક્ષ્મી સાઉથની સુપરહીટ ફિલ્મ કંચનાની હિન્દી રિમેક હતી. પણ ફિલ્મ હોરર અને કોમેડી બંને મામલામાં નિરાશ કરે છે. ફિલ્મને ખૂબ જ વીક રીતે રજૂ કરવામાં આવી છે. અક્ષય કુમાર ખૂબ જ મહેનતની સાથે કામ કરવાની કોશિશ કરે છે પણ તેની પણ અમુક સીમા છે. તેવી જ રીતે સાઉથની ખૂબ જ સરસ ફિલ્મને ખૂબ જ ખરાબ રીતે રીમેક બનાવવામાં આવી છે.
જો તમે કંચના ફિલ્મ જોઇ છે, તો સ્ટોરી સેમ છે પણ ટ્રીટમેન્ટ અલગ છે. અક્ષયના પ્રદર્શનમાં કોઇ ખામી નથી, પણ જ્યારે તમને લાગે કે ફિલ્મ ઝડપથી આગળ વધવી જોઇએ ત્યારે અમુક સીન્સ તે પેસને ખતમ કરી નાખે છે. એક લાંબા સમય પછી અક્ષયે કોમેડી છતાં સીરિયસ પાત્રને ન્યાય આપવાની કોશિશ કરી છે. લક્ષ્મીના પાત્રમાં શરદ કેલકરનું પાત્ર નાનુ છે પણ છાપ છોડી જાય છે. જો તમને હોરર ફિલ્મોથી ડર લાગે છે તો આ ફિલ્મ જોઇ લો કારણ કે આ હોરર ફિલ્મ નથી, પણ એક સંદેશો આપે છે.
અક્ષયની ‘લક્ષ્મી’ ફિલ્મ જોતા પહેલા આ રિવ્યૂ વાંચી લેજો નહિતર પસ્તાશો
