રાબડી દેવી પાસે છે 22 લાખની ગાયો, 5 લાખના હથિયાર, જાણો તેમના વિશેની રસપ્રદ વાતો

રાબડી દેવી બિહારના રાજકારણનું એક મોટું નામ છે. તેમની ઓળખ ફક્ત લાલૂ પ્રસાદ યાદવની પત્ની તરીકે ન બની રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તરીકેની પણ છે. રાબડી દેવી ત્રણવાર બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. હાલમાં તેઓ વિધાનસભાના સભ્ય છે. જાણો તેજસ્વી યાદવના માતાથી જોડાયેલી રસપ્રદ વાતો…

રાબડી દેવીને ગાયો અને ભેંસો સાથે ખૂબ લાગણી છે. તેઓ ખટાલ પણ ચલાવે છે. 2018માં ચૂંટણી પંચને આપેલા પોતાના એફિડેવિટમાં રાબડી દેવીએ જણાવ્યું હતું કે તેમની પાસે 12 ગાય અને 18 વાછરડા છે. તેની કિંમત રાબડી દેવીએ 22 લાખ જણાવી હતી.

રાબડી દેવીને હથિયારોનો પણ શોખ છે. તેમની પાસે ઘરે 5 લાખ રૂપિયાની કિંમતના હથિયાર છે. રાબડી દેવીની પાસે 10 હજાર રૂપિયાની ડબલ બેરલ ગન છે. આ ઉપરાંત તેમની પાસે 1 લાખ રૂપિયાની એનપી બોર રાઇફલ અને 3 લાખની જર્મન મેડ પિસ્ટલ પણ છે.

રાબડી દેવીની ગાડીઓની વાત કરીએ તો તેમની પાસે 40 લાખની મર્સિડિઝ બેંઝ છે. આ ઉપરાંત 25 હજાર રૂપિયાની મારુતિ 800 અને 20 હજારની મિલિટ્રી જીપ પણ છે.