દમ આલૂ

હવે ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઇલ દમ આલૂ બનાવો.

સામગ્રી :-

1) નાના બટાકા.
2) લીમડાના પાન.
3) એલચી.
4) આદુ લસણની પેસ્ટ.
5) લીલા મરચા ની પેસ્ટ.
6) ડુંગળી ટમેટા પ્યુરી.
7) મસાલા.
8) દહીં.
9) તેલ.

કેવી રીતે બનાવવું ?

1) બટાકાને બાફી લેવા અને પછી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળો.
2) ગરમ પેનમાં તેલ, લીમડાના પાન અને એલચી, આદુ લસણની પેસ્ટ અને લીલા મરચા નાખો. બરાબર હલાવો.
3) ડુંગળી ટમેટાની પ્યુરી ઉમેરો.
4) બધા મસાલા ઉમેરો.
5) હવે તેમાં દહીં ઉમેરો.
6) તળેલા બટેટા નાંખો અને પછી પાણી પેનમાં ઉમેરો.
7) તેને થોડો સમય ઉકાળો.

રેસ્ટોરન્ટ સ્ટાઇલ દમ આલૂ તૈયાર છે.