અક્ષય, અજય કે સલમાન નહીં …આ છે બોલિવુડનો સૌથી વ્યસ્ત અભિનેતા

બોલીવુડમાં સૌથી ફાસ્ટ અને વધુ કામ કરનારા અભિનેતાની વાત કરવામાં આવે છે ત્યારે અક્ષય કુમારનું નામ પહેલા ક્રમે આવે છે. સતત ફિલ્મના શેડ્યુલ અને એડફિલ્મને કારણે ખૂબ જ વ્યસ્ત રહે છે. જ્યારે એની એક ફિલ્મ રીલિઝ થાય ત્યારે બીજી ફિલ્મો લાઈનમાં હોય છે. સામાન્ય રીતે અક્ષય એક વર્ષમાં ચારથી પાંચ ફિલ્મો કરે છે. આ વર્ષે ‘લક્ષ્મી’, ‘બેલબોટમ’, ‘પૃથ્વીરાજ’, ‘અંતરંગી’ અને ‘બચ્ચન પાંડે’ ફિલ્મ આવી રહી છે.

ફિલ્મી દુનિયાના સૌથી વ્યસ્ત કલાકાર તરીકે અક્ષયની ગણના કરવામાં આવે છે. પણ એક કલાકારે અક્ષયને પણ પાછળ મૂકી દીધો છે. જેનું નામ છે રાજકુમાર રાવ. એમની આવનારી ફિલ્મોની યાદી પણ લાંબી છે. આવનારા સમયમાં રાજકુમારની આઠ ફિલ્મો આવી રહી છે. જે રીલિઝ થવા રાહ જોઈ રહી છે. ફિલ્મ ‘લૂડો’ ફિલ્મમાં એનો લુક જાહેર થઈ ચૂક્યો છે.
આ સિવાય એની ફિલ્મ ‘હમ દો હમારે દો’ પણ આવી રહી છે. જેનું શૂટિંગ ચંદીગઢમાં કરવામાં આવ્યું છે. જેમાં અભિષેક જૈન અને કૃતિ સેંનન જોવા મળશે. આ સિવાય ‘રૂહી અફસાના’ ફિલ્મ પણ આવી રહી છે. અગાઉ આ ફિલ્મનું નામ ‘રૂહી અફઝા’ નક્કી થયું હતું. ફિલ્મનિર્માતા હાર્દિક મહેતા આ ફિલ્મ બનાવી રહ્યા છે જેમાં રાજકુમાર લીડ રોલ પ્લે કરી રહ્યો છે. આ ઉપરાંત નેટફ્લિક્સ પર ‘વ્હાઇટ ટાઇગર’ આવી રહી છે.