સૈનિક શાળાઓમાં એડમિશન માટે મહત્ત્વની જાહેરાત

રાષ્ટ્રીય પરિક્ષા એજન્સી (એનટીએ) દ્વારા 23 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિસ્તૃત 33 સૈનિક શાળાઓમાં વર્ગ 6 માં અને નવમા પ્રવેશ માટે 10 જાન્યુઆરી (રવિવાર) ના રોજ ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા -2021 (એઆઈએસએસઈઇ) નું આયોજન કરવામાં આવશે. 20 ઓક્ટોબર 2020થી શરૂ થયેલી ઓનલાઇન અરજીઓની પ્રક્રિયા 19 નવેમ્બર, 2020ના રોજ બંધ થશે. ઉમેદવારોએ વેબસાઇટ https://aissee.nta.nic.in પર નોંધણી કર્યા પછી અરજીઓ સબમિટ કરવાની રહેશે.

એનટીએ સાઇટ www.nta.ac.in પર વિગતવાર માહિતી બુલેટિન પણ ઉપલબ્ધ છે. શૈક્ષણિક સત્ર 2021-22થી ઓબીસી-એનસીએલ કેટેગરીમાં પ્રવેશ માટે અનામત શરુ કરવામાં આવી છે. છોકરીઓની ઉમેદવારી હવે તમામ 33 સૈનિક શાળાઓમાં ધોરણ 6થી પ્રવેશ માટે પાત્ર છે.