પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતવા બદલ જો બાઇડેનને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જો બાઇડેન, તમારી અદભૂત જીત બદલ અભિનંદન! ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારત-અમેરિકા સંબંધોને મજબૂત બનાવવામાં તમારું યોગદાન મહત્વપૂર્ણ અને અમૂલ્ય હતું. ભારત-અમેરિકા સંબંધોને વધુ ઉંચાઈ પર લઈ જવા માટે હું ફરીવાર એક સાથે મળીને કામ કરવા ઇચ્છું છું.”