ભારત અને UK વચ્ચે આ ક્ષેત્રે સહકાર માટે સમજૂતી કરારને મંજૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારતના કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠન (CDSCO) અને યુનાઇટેડ કિંગડમની યુનાઇડેટ કિંગડમ ઔષધ અને આરોગ્ય સંભાળ ઉત્પાદન નિયમન એજન્સી (UK MHRA) વચ્ચે તબીબી ઉત્પાદન નિયમન ક્ષેત્રે પારસ્પરિક સહયોગ માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી દીધી છે.

આ MoUથી કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠન (CDSCO) અને યુનાઇટેડ કિંગડમની યુનાઇડેટ કિંગડમ ઔષધ અને આરોગ્ય સંભાળ ઉત્પાદન નિયમન એજન્સી (UK MHRA) વચ્ચે તેમની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને સુસંગત તબીબી ઉત્પાદનોના નિયમન સંબંધિત બાબતોમાં માહિતીનું આદાનપ્રદાન અને ફળદાયી સહકાર માટે યોગ્ય માળખું સ્થાપિત કરવામાં મદદ મળશે.