યુવાનોમાં લોકપ્રિય સીરિઝ ‘મિર્ઝાપુર’માં ‘ગુડ્ડુ ભૈયા’નું પાત્ર પ્લે કરનારા અલી ફઝલે આ વેબ સીરિઝમાં પોતના રોલને લઈને ઘણી બધી વાત કરી છે. ગુડ્ડુ ભૈયાએ કહ્યું કે, વેબ સીરિઝ ‘મિર્ઝાપુર’ માં મને ગુડ્ડુ ભૈયા સિવાય બીજા રોલ માટે ઓફર હતી. સૌથી પહેલા મને મુન્નાના રોલ માટેની ઓફર થઈ હતી. પણ ગુડ્ડુનું પાત્ર મારા દિલની નજીક રહ્યું છે. જોકે, બીજા શૂટને આપેલી તારીખને કારણે અલીએ ગુડ્ડુનું પાત્ર સ્વીકારી લીધું હતું.
આ વેબસીરિઝનો બીજો ભાગ ‘મિર્ઝાપુર-2’ એમેઝોન પ્રાઈમ વીડિયો પર આવી ચૂક્યો છે. અલીએ કહ્યું કે, જ્યારે પહેલી વખત મારી પાસે મિર્ઝાપુની સ્ક્રિપ્ટ આવી ત્યારે જ ગુડ્ડુનો રોલ તરત જ પસંદ પડ્યો. આમ પણ ગુડ્ડુનું પાત્ર મારા પર એકદમ ફીટ હતું. પછી મને બીજા પાર્ટની ઓફર હતી. મને એવું લાગે છે કે, દિવ્યેંદુએ મુન્નાનું પાત્ર બેસ્ટ રીતે પ્લે કર્યું છે. મેં ગુડ્ડુના પાત્રમાં એટલા માટે રસ દાખવ્યો કારણ કે, મને એવું લાગ્યું કે, હું ઘણું આ પાત્રમાં નવું કરી શકું એમ છું. બંને ભાગ મારા માટે એટલા જ મહત્ત્વન રહ્યા છે. કારણ કે જ્યારે આ સીરિઝ શૂટ થતી હતી ત્યારે એ મારા માટે ઘણી રહસ્યમય રહી હતી. જો સમગ્ર વેબસીરિઝની જર્નીની વાત કરૂ તો આમાં ક્યાંય કોઈ મસ્તી-મજાક નથી. બધા શૂટ ખૂબ ગંભીરતાથી થયેલા છે. ત્યાં કોઈ પ્રકારનું એવું ખાસ ટીમ વર્ક ન હતું. કારણ કે, જે તે શોટ મારા પૂરતો જ સિમિત હતો. એટલે મેં, કહ્યું હતું કે, મારી પાસે કોઈ ડેટ નથી. પછી સામેથી મને એવો કોલ આવ્યો હતો કે, આ પાત્રને અમે યથાવત રાખવા માગીએ છીએ. પછી મેં ફરી પ્રયત્નો શરૂ કરી દીધા.
