અમદાવાદની ફેકટરીમાં આગ લાગવાથી કેટલાની થઈ મોત? કેવી રીતે લાગી આગ ?

અમદાવાદમાં એક કાપડની ફેકટરીમાં આગ લાગી હતી. જેથી સૌ ત્યાંથી ભાગવા મંડ્યા હતા. બોઇલરમાં બ્લાસ્ટ થવાથી આ આગ લાગી હતી. આ આગમાં 8 લોકોની મૃત્યુ થઈ હતી અને 6 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા.
આ આગ ખૂબ ભીષણ હતી. ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ત્યાં પહોંચી હતી. અમદાવાદના પીરાણા પાસે નાનુકાકા એસ્ટેટમાં ફેકટરીના ગોડાઉનમાં આ ઘટના થઈ હતી.