2020ના સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીની પૂર્વ સંધ્યા પર ઘણાં સોશિયલ મીડિયા યૂઝરો પનીર ટિક્કાને ટ્વીટર પર ટ્રેન્ડ થતા જોઇ રહ્યા છે. ક્સાસિક ભારતીય વાનગીનો ચૂંટણી સાથે કંઇ લેવા દેવા નથી, પણ ભારતીય અમેરિકન કોંગ્રેસ વુમન પ્રમિલા જયપાલે એક ટ્વીટને લીધે તેને ટ્રેન્ડ લિસ્ટમાં જગ્યા મળી છે.
ચૂંટણીની એક રાત પહેલા જયપાલે જાતે રસોઇ બનાવવાનો નિર્ણય કર્યો. ડેમોક્રેટિક વાઇસ પ્રેસિડેંટ નોમિની કમલા હેરિસના સન્માનમાં તેમણે જે ડિશ પસંદ કરી તે પનીર ટિક્કા હતી. હેરિસે હાલમાં જ ખુલાસો કર્યો હતો કે તેમનો પસંદગીનો નોર્થ ભારતીય વ્યંજન કોઈ પણ પ્રકારના ટિક્કા છે.
ટ્વીટર પર 55 વર્ષીય પ્રમિલા જયપાલે લખ્યું, રાત પહેલા ચૂંટણીની ગતિવિધિ. આરામથી ભોજન કરો. આજે રાતે #KamalaHarris ના સન્માનમાં પનીક ટિક્કા છે. કારણ કે તેમણે હાલમાં ઈન્સ્ટાગ્રામ પર કહ્ હતું કે તેમની ફેવરિટ નોર્થ ઈન્ડિયન ડિશ કોઈપણ રીતના ટિક્કા છે. તેમણે અમેરિકન નાગરિકોને વોટ આપવાનો આગ્રહ કરતા હેશટેગ #BidenHarris2020 પણ જોડ્યું.
ચૂંટણી દરમિયાન અમેરિકામાં ટ્રેન્ડ થઇ રહ્યા છે પનીર ટિક્કા, જાણો કેવી રીતે ??
