સુરતમાં ઘારી વેચાઈ રહી છે 9,000 રૂપિયા કિલો, જાણો શું છે ખાસ ??

તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને આખા દેશમાં દિવાળીના તહેવારની તૈયારીઓ લોકો જોરશોરથી કરી રહ્યા છે. તહેવારોની ખરીદી વચ્ચે સુરતમાં એક મીઠાઈની દુકાન પર એક મીઠાઈ 9,000 રુપિયા કિલો મળી રહી છે.

આ મીઠાઈની કિંમત 9,000 રૂપિયા હોવાનું એક ખાસ કારણ છે કારણ કે, આ મીઠાઈને ખાસ પ્રકારે બનાવવામાં આવી છે અને એટલે જ તો સામાન્ય મીઠાઈ કરતાં તેની કિંમત ખૂબ જ વધારે છે. 9,000 રૂપિયા કિલો મળતી મીઠાઈનું નામ ઘારી છે અને ઘારને સુરતની પ્રખ્યાત મીઠાઈ કહેવામાં આવે છે.

સુરતમાં દિવાળી ઉપરાંત અન્ય તહેવારોમાં પણ ધારીનુ વેચાણ ખૂબ જ વધારે થાય છે. સામાન્ય રીતે ઘારીની કિંમત 820 રૂપિયા પ્રતિ કિલો હોય છે. 820 રૂપિયા કિલો મળતી ઘારીની કિંમત 9,000 રૂપિયા હોવા મામલે દુકાનદાર દ્વારા કહેવામાં આવ્યુ હતું કે, આ ઘારી એટલા માટે મોંઘી છે કે, કારણ કે, ઘારી પર સોનાનો વર્ક કરવામાં આવ્યું છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે.