પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેકનોલોજી પ્લેટફોર્મ ચેમ્પિયન્સનો પ્રારંભ કરાવ્યો. તેનું સંપૂર્ણ નામ છે C ક્રિયેશન અને H હાર્મોનિયસ A એપ્લીકેશન ઓફ M મોર્ડન P પ્રોસેસ ફોર I ઇન્ક્રીઝીંગ ધી O આઉટપુટ એન્ડ N નેશનલ S સ્ટ્રેન્થ. આ પોર્ટલ તેના નામ અનુસાર જ નાના એકમોને તેમની ફરિયાદોનું નિવારણ કરીને, તેમને પ્રોત્સાહિત કરીને, સહાયતા કરીને, મદદ કરીને અને તેમનો હાથ પકડીને મોટા બનાવવા માટે છે. તે સુક્ષ્મ, લઘુ મધ્યમ કદના ઉદ્યોગો માટે વન સ્ટોપ સોલ્યુશન છે. ICT આધારિત આ વ્યવસ્થા તંત્ર વર્તમાન મુશ્કેલ પરિસ્થતિની અંદર સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને મદદ કરવા માટે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજેતાઓ બનાવવા માટે મદદ કરવા પણ બનાવવામાં આવ્યું છે. ચેમ્પિયન્સના મુખ્ય ઉદ્દેશ્યો: ફરિયાદ નિવારણ: એમએસએમઈની સમસ્યાઓ જેવી કે નાણાકીય, કાચો માલ, શ્રમિકો, નિયામક પરવાનગીઓ વગેરેને, ખાસ કરીને કોવિડના પગલે ઉત્પન્ન થયેલ મુશ્કેલ પરિસ્થિતિમાં ઉકેલવા માટે. તેમને નવી તકો ઝડપવામાં મદદ કરવા માટે: મેડીકલ સાધનો અને પીપીઈ, માસ્ક વગેરે એક્સેસરીઝના ઉત્પાદન સહીત તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પુરા પાડવા માટે જેનામાં સ્પાર્ક છે તેમને ઓળખી કાઢવા અને પ્રોત્સાહન આપવા: અર્થાત સક્ષમ એમએસએમઈ કે જેઓ વર્તમાન પરિસ્થિતિમાં ઉભા રહેવા સક્ષમ છે અને તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન્સ બની શકે છે. તે એક ટેકનોલોજીથી યુક્ત કંટ્રોલ રૂમ કમ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે. ICT સાધનો જેવા કે ટેલીફોન, ઈન્ટરનેટ અને વિડીયો કોન્ફરન્સ સહીત આ સિસ્ટમ કૃત્રિમ બુદ્ધિમત્તા, ડેટા એનાલીટીક્સ અને મશીન લર્નિંગથી સજ્જ છે. તે ભારત સરકારના મુખ્ય ફરિયાદ નિવારણ પોર્ટલ CPGRAMS સાથે અને એમએસએમઈ મંત્રાલયના પોતાના અન્ય વેબ આધારિત વ્યવસ્થાતંત્રની સાથે રીયલ ટાઈમના આધાર પર સંકળાયેલ છે. સંપૂર્ણ ICT માળખું એ કોઇપણ કિંમત વિના NICની મદદથી ઇન હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે. એ જ રીતે ભૌતિક માળખું એ ટૂંક સમયની અંદર કોઈ એક મંત્રાલયના ડમ્પિંગ રૂમમાં તૈયાર કરવામાં આવ્યું હતું.…