BMW કલેકશન, BMW મિનિયેચર્સ, BMW ક્લાસિક કલેકશન, BMW સ્પોર્ટસ કલેકશન, BMW M કલેકશન, BMW M મોટરસ્પોર્ટસ કલેકશન, BMW બાઈક્સ અને BMW કિડ્સ કલેકશન સાથે બહેતર શહેરી લાઈફસ્ટાઈલ.
BMW 4th જનરેશન ક્રુઝ બાઈક્સ સાથે સાઈકલિંગના સાહસમાં ડૂબકી લગાવો.
#BMWCollection #BMWLifestyle #BMWBikes #ConfidentLifestyle
#BMWCollection #BMWKids
BMW ગ્રુપ ઈન્ડિયા દ્વારા તેનાં 2020 BMW લાઈફસ્ટાઈલ કલેકશન્સ લોન્ચ કરવામાં આવ્યાં છે. નવી ઓફરમાં સાદગી અને દીર્ઘ ટકાઉ ગુણવત્તા અધોરેખિત કરતી શહેરી લાઈફસ્ટાઈલ માટે નવીન પ્રોડક્ટોની વ્યાપક શ્રેણીનો સમાવેશ થાય છે. કલેકશન્સ હવે દેશભરની બધી BMW ડીલરશિપ્સમાં ઉપલબ્ધ છે.
શ્રી. વિક્રમ પાવાહ, પ્રેસિડેન્ટ, BMW ગ્રુપ ઈન્ડિયા કહે છે, “BMW લાઈફસ્ટાઈલ કલેકશન આધુનિક, મનોહર અને કાર્યશીલ અર્બન ફેશન આલેખિત કરે છે. ઉચ્ચ ગુણવત્તાનાં મટીરિયલ્સ અને કળાકારીગરીનો ઉપયોગ BMW કાર્સ ઘડવામાં લેવાયેલી મહેનતનાં તે જ ગુણવત્તાનાં ધોરણો આલેખિત કરે છે. મિનિમાલિસ્ટિક અને ચતુરાઈપૂર્વક તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટ રેન્જ ખૂબીઓથી સમૃદ્ધ છે અને હંમેશાં હરતાફરતા રહેનારા માટે ઉત્તમ છે. 2020 BMW લાઈફસ્ટાઈલ કલેકશનમાં પ્રોડક્ટોની વ્યાપક શ્રેણીનો સમાવેશ થાય છે, જે લાક્ષણિક BMWની ગતિશીલતા અને લાઈફસ્ટાઈલને તેની શ્રેષ્ઠતાએ આલેખિત કરે છે. તેની સમકાલીન ડિઝાઈન અને સાદગી ઓન અને ઓફફ-રોડ પણ વ્યક્ત BMW લૂકને વધુ ઉઠાવ આપે છે.”
BMW કલેકશન. ફંકશનાલિટી સાથે સ્પોર્ટી સ્ટાઈલ.
BMW કલેકશન મહત્તમ આરામ અને કાર્યશીલતાની ઉચ્ચ માત્રા પ્રદાન કરે છે. તેની સ્પોર્ટી ડિઝાઈન આધુનિક જીવનશૈલીને અનુકૂળ રીતે બંધબેસી જાય છે. કલેકશનમાં એપરલ, જેકેટ્સ, સનગ્લાસીસ, સિપર્સનો સમાવેશ થાય છે. ક્લાસિક BMW કલેકશન ડિઝાઈન કોન્સેપ્ટ આધુનિક, કાર્યશીલ અને શહેરી છે, જે હંમેશાં વિખ્યાત BMW વાહનની ડિઝાઈન પર આધારિત હોય છે. મિનિમાલિસ્ટ, સમકાલીન પ્રોડક્ટો સ્માર્ટ ફંકશન્સને આભારી રોજબરોજના જીવનમાં વધુ આઝાદી આપે છે.
શ્રેણી જીવનશૈલીની ચીજો દ્વારા પૂરક છે, જેમ કે, બ્રાન્ડના ચાહકો માટે મોટા BMW લોગો સાથે મહિલાઓ માટે BMW લોગો T-શર્ટ. મજબૂત, આકર્ષક રંગો આધુનિક, આત્મવિશ્વાસુ શૈલી અધોરેખિત કરે છે. મનોહર શેડ્સમાં બ્લુ નાઈટ્સ, વાઈલ્ડલાઈમ, સેન્ડ અને મિડનાઈટ નેવી ઉપરાંત ટ્રેન્ડ કલર ઓરેન્જ આકર્ષક લૂકની ખાતરી રાખે છે.
કલેકશનની રૂપરેખામાં સ્ત્રીઓ અને પુરુષો માટે BMW સોફ્ટડાઉન જેકેટ અને BMW કિડની ડિઝાઈન સાથે BMW ક્રોનોગ્રાફનો સમાવેશ થાય છે. BMW પ્રોડક્ટો સાથે લાઈફ,ટાઈલ એસેસરીઝમાં પણ નવીનતા રજૂ કરી છે, જેમાં BMW એક્ટિવ સ્પોર્ટસ બોટલ, BMW થર્મો કેપ, BMW એક્ટિવ યોગા મેટ, BMW કૂલ બેગ, BMW ટ્રાવેલ સેટ અને પાલતુ જનાવરો માટેની પ્રોડક્ટોનો સમાવેશ થાય છે.

BMW M કલેકશન. જ્યાં પાવરનું મિલન પરફોર્મન્સ સાથે થાય છે.
BMW M કલેકશનની ડિઝાઈન ઉચ્ચ દેખાવ આપતી ટેકનોલોજીઓ અને અનુભવી કળાકારીગરીનું મજબૂત સંયોજન આલેખિત કરે છે, જે BMW M વાહનનાં મોડેલોની ડિઝાઈનમાં નક્કર પરિબળ પણ છે. મજબૂત કલર સ્કીમ, આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાનાં મટીરિયલ્સ, નવાં ટેક્સટાઈલ ફીચર્સ અને BMW M બ્રાન્ડિંગ કલેકશનની ઓળખ આપે છે. લાલ એ ટોરોન્ટર્ડ વાહન રંગ પર આધારિત છે અને BMW M કલેકશનની સ્પોર્ટી ડિઝાઈન્સ અધોરેખિત કરે છે.
નવા કલેકશનની હાઈલાઈટ્સમાં ઈન્ટેલિજન્ટ વોચ વિંડો સાથે સ્ત્રીઓ માટે રિવર્સિબલ BMW M જેકેટ, પુરુષો માટે BMW M સ્વેટજેકેટ, BMW M કેપ, T શર્ટ અને બર્ગુંડીમાં BMW M બોર્ડકેસનો સમાવેશ થાય છે.

BMW M મોટરસ્પોર્ટસ કલેકશન. ચાહકો માટે ઘડતર.
BMW M મોટરસ્પોર્ટ કલેકશનમાં BMW મોટરસ્પોર્ટના દંતકથા સમાન લૂકને આધારે આધુનિક, સ્પોર્ટી ડિઝાઈનનો સમાવેશ થાય છે. બ્લેક એન્ડ વ્હાઈટ સાથે સંયોજનમાં BMW M નિઃશંક સ્ટ્રાઈપ્સ નવી BMW M મોટરસ્પોર્ટ બ્રાન્ડ ઓળખ રજૂ કરે છે. કલર બ્લોકિંગ અને કૂલ, ગ્રાફિક એલીમેન્ટ્સ સાથે સંયોજનમાં આત્મવિશ્વાસુ બ્રાન્ડિંગ કલેકશનને તેના આધુનિક, અવ્વલ ગુણ આપે છે.
2020 માં નવી રૂપરેખાની પ્રોડક્ટો જિમ અથવા ઘરે મોટરસ્પોર્ટ અંબ્રેલા, કૂલ બેગ, સ્વેટશર્ટ અને T –શર્ટ સાથે કલેકશનને પૂર્ણ કરે છે. BMW M મોટરસ્પોર્ટ વોચ, અજોડ BMW M મોટરસ્પોર્ટ ડિઝાઈનમાં સિલિકોન સ્ટ્રેપ સાથે થ્રી- હેન્ડ વોચ, સર્વ મોટરસ્પોર્ટસના ચાહકો માટે પરિપૂર્ણ લૂક આપે છે.

BMW બાઈક્સ. અવ્વલ કક્ષાની ડિઝાઈન અને નવીન ફંકશન્સ.
BMW બાઈક્સ હંમેશાં ડિઝાઈનવર્કસ સાથે સહયોગમાં વિકસાવવામાં આવે છે અને અત્યંત વિશેષ રીતે સાઈકલિંગમાં ડ્રાઈવિંગની ખુશીનું અર્થઘટન કરે છે. ઓલ- ન્યૂ ચોથી પેઢીની BMW ક્રુઝ બાઈક્સની જર્મન કળાકારીગરી ડિઝાઈન અને ફંકશનાલિટીનું અજોડ ફ્યુઝન પ્રદાન કરે છે. બાઈક્સ વજન મેં હલકી અને મજબૂત ફ્રેમ સાથે ઘડવામાં આવી છે, જેમાં સંપૂર્ણ નિયંત્રણ સાથે સ્ટાઈલિશ સવારીની ખાતરી રાખવા માટે ઓછી જાળવણી માગી લેતા શિમાનો નેક્સસ 7- સ્પીડ હબગિયર અને હાઈડ્રોલિક ડિસ્ક બ્રેક્સનો સમાવેશ થાય છે.
BMW ક્રુઝ M બાઈકમાં BMW M મોટરસ્પોર્ટ સ્ટ્રાઈપ્સ અને કાર્બન ફાઈબર તત્ત્વોનાં વિગતવર્ણન સાથે સ્પોર્ટી બારીકાઈ છે. પાતળી ફ્રેમ ડિઝાઈનવર્કસ સાથે સહયોગમાં વિકસાવવામાં આવી છે અને ફિક્સી ટ્રેન્ડથી પ્રેરિત છે. કાર્બન ફાઈબર ફોર્કસ, સ્પેસર્સ અને સેડલ સપોર્ટ વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે અને ઉચ્ચ મજબૂતી પ્રદાન કરે છે. ક્રુઝ M બાઈક શિમાનો SLX / XT 11- સ્પીડ (ડિરેલ્યુઅર) ગિયર સિસ્ટમ, શિમાનો હાઈડ્રોલિક ડિસ્ક બ્રેક, કોન્ટિનેન્ટલ ગ્રાન્ટ સ્પોર્ટ એક્સ્ટ્રા ટાયર્સ અને 28 ઈંચ રોડી એરલાઈન કોર્સાબ્લેક રિમ્સનો ઉપયોગ કરે છે.
BMW કિડ્સ કલેકશન. નાના બાળકો માટે ઉત્તમ BMW ડ્રાઈવિંગ.
BMW વસાવવાનું સપનું હવે BMW કિડ્સ કલેકશન સાથે નાના BMW ના ચાહકો માટે વધુ વાસ્તવિક બની ગયું છે. લોકપ્રિય BMW બેબીરેસર III ને ઈલેક્ટ્રિક બૂસ્ટ મળી રહ્યું છે.