વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની રિપોર્ટ અનુસાર, જુલાઇ થી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કુલ 12.1 ટન સોનાનું વેચાણ કર્યું છે. એક દશકા પછી પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે કેન્દ્રીય બેંકે સોનું ખરીદવાના સ્થાને તેનું વેચાણ કર્યું હોય. 2019ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેંકે 141.9 ટન સોનાની ખરીદી કરી હતી. 2020ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેણે 12 ટન સોનાનું વેચાણ કર્યું છે.
ભારતની કેન્દ્રીય બેંકની સાથે સાથે ઘણાં દેશોની સેન્ટ્રલ બેંક આ રીતે પોતાના સ્ટોકથી સોનાનું વેચાણ કરી રહી છે. ઉજબેકિસ્તાન અને તુર્કી જેવા દેશોની કેન્દ્રીય બેંકે આ કામ ખૂબ મોટા પાયે કર્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, રશિયાની સેન્ટ્રલ બેંકે પણ 13 વર્ષ પછી સપ્ટેમ્બર ક્વોર્ટરમાં નેટ સેલ કર્યું છે.
એક દશકમાં પહેલીવાર RBIએ વેચ્યું આટલા ટન સોનુ
