દેશમાં જુલાઈ મહિના બાદ ૨૪ કલાકમાં સૌથી ઓછા પોઝિટિવ કેસો નોંધાયા

૨૪ કલાકમાં ૬૩૮૪૨ દર્દીઓ થયા સ્વસ્થ. દેશમાં કોરોના સંક્રમણ નો આંકડો ૭૯.૪૬ લાખને પાર મૃત્યુઆંક ૧૧૯૫૦૨ પહોંચ્યો .

દેશમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમા (સોમવાર સવારે ૮વાગ્યાથી મંગળવાર સવારે ૮ વાગ્યા સુધી)મા૩૬૪૬૯ નવા કેસ સામે આવ્યા છે ૧૮ જુલાઇ બાદ સૌથી ઓછા નવા કેસ છે. ૧૮ જુલાઈ એ ૩૪,૮૮૪નવા કેસ સામે આવ્યા છે.

આપને જણાવીએ કે ૧૮ જુલાઇના રોજ ૩૪, ૮૮૪ નવા કેસ સામે આવ્યા હતા ઓક્ટોબર માસમાં ડેઈલી કેસીસની સંખ્યા ૫૦ હજારથી નીચે આવી ગઈ અને હવે તે ઘટતી જઇ રહી છે. ભારતમાં કોરોના ને માત આપનારની સંખ્યા વધી રહી છે અને એક્ટિવ કેસ સતત ઘટી રહ્યા છે આ સંકેત કોરોનાની મહામારી ઓછી થવાના સંકેતો આવી રહ્યા છે.

દેશમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા ૭૯૪૬૪૨૯ પર પહોંચી ચૂકી છે ત્યારે વાત કરીએ મૃતકોની સંખ્યા ૨૪ કલાકમાં કોરોના ના કારણે ૪૮૮ લોકોના મોત થયા છે અને હવે કુલ મૃત્યુઆંક ૧૧૯૫૦૨ પહોંચી ચૂક્યો છે.