જૂનાગઢ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક આજે કલેક્ટર ડૉ.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં જૂનાગઢ જિલ્લાના 29 ગામો માટે પીવાના પાણીના 3.30 કરોડ રૂપિયાની વહિવટી મંજૂરી આપવામાં આવી હતી. આજે કલેક્ટર કચેરી ખાતે જૂનાગઢ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની બેઠક યોજાઇ હતી. જેમાં નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત રૂરલ વોટર સપ્લાય (જનરલ) હેઠળ જૂનાગઢ જિલ્લાના 29 ગામો માટે 3.30 કરો ડરૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા.
આ ગામોમાં ભેસાણ તાલુકાના નવીધારી ગુંદાળી, વંથલી તાલુકાના મેધપુર, ઝાપોદડ માળિયાહાટીના તાલુકાના ઝડકા, ગોતાણા, સમઢીયાળા, કાણેક, સરકડીયા અને વાંદરવડ, મેંદરડા તાલુકાનું મોટી ખોડીયાર, રાણીધાર, માનપુર, નાગલપુર, કરશનગઢ, ગુંદીયાળી, ડેડકીયાળા, માંગરોળતાલુકાનુંચીંગરિયા(વલ્લભગઢ), આજક, રહીજ, વિરપુર, રૂદલપુર, નાંદરખી. કેશોદ તાલુકાનું નોંઝણવાવ, મધરવાડા, બાવા સીમરોલી, અગતરાય. વિસાવદર તાલુકાના માણદિયા, વિરપુર.માણાવદર તાલુકાના ખડિયા, ગામનો સમાવેશ થાય છે.
ગુજરાતના આ જિલ્લાના 29 ગામો માટે પીવાના પાણીના 3.30 કરોડ મંજૂર કરાયા
