લાખો ગુજરાતીઓના માનીતા નરેશ કનોડિયાનું દુઃખદ અવસાન

ગુજરાતી ફિલ્મના મિલેનીયમ મેગાસ્ટાર પૂર્વ ધારાસભ્ય મહેશ-નરેશ લાખો ગુજરાતીઓના માનીતા નરેશ કનોડિયાનુ કોરોના ના કારણે ૭૭ વર્ષની ઉમરેં મંગળવારે સવારે ૯:૦૦વાગે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે અવસાન થયું હતું. આ સમાચારથી સમગ્ર ગુજરાતી મનોરંજન જગતઆઘાતની લાગણી અનુભવી રહ્યું છે.

ઉત્તર ગુજરાતના કનોડા ગામમાં જન્મેલા નરેશ કનોડિયા વિશ્વના અનેક દેશો સુધી પોતાની ખ્યાતિ પહોંચાડી હતી. મહેશકુમાર એન્ડ પાર્ટી થકી ગુજરાતી ગીતોની એક અદ્ભુત યાત્રા ફિલ્મ દુનિયા સુધી ધારદાર રીતે પહોંચાડનારા નરેશ કનોડિયાપોતાની આગવી અદાને કારણે અનેક ચાહકો ના દિલ ની ધડકન બની ચૂક્યા હતા. ૭૭ વર્ષની ઉંમરે ૫૧ વર્ષની ફિલ્મ યાત્રા દરમિયાન તેમણે કુલ ૧૨૮ વધુ ફિલ્મો કરી ૫૬થી વધુ અભિનેત્રીઓ સાથે પોતાની અદાકારી નિભાવી, જેમાંની મોટાભાગની ફિલ્મો સિલ્વર જ્યુબલી હતી. મહેશ-નરેશ ના અનેક જાણીતા ગીતોમાં “ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય”, “મેળે મેળે મોરલડી” , ” જાગ રે માલણ જાગ “, “તું મારો મેરું” , “સાજન મારી પ્રીતડી” જેવા અનેક ગીતો ખૂબ જ પ્રસિદ્ધ થયા હતા .