અમદાવાદમાં એક શાળાએ વિદ્યાર્થીઓને પુસ્તક દેવાના બહાને બોલાવવામાં આવ્યા. તેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તે લોકોને કહેવામાં આવ્યું કે એકમ કસોટીનું પ્રશ્નપત્ર અને પુસ્તકો આપવા શાળાએ આવી જાય. જેનાથી વિવાદ એ ઉભો થયો કે આવી જ રીતે બાળકોને શાળાએ બોલાવશે અને જો તેઓ કોરોના સંક્રમિત થશે તો તેનું જવાબદાર કોણ હશે.
કોરોનાના વધતા કેસ જોઈ હજુ સરકારે નિર્ણય નથી લીધો કે શાળાઓ ખુલશે કે નહીં. જેના કારણે આદેશ આપવામાં આવ્યો છે કે ત્યાં સુધી કોઈ શાળાએ જશે નહિ. શુ હવે શાળાઓ સરકારના આદેશો નહિ માને? તે પ્રશ્ન અહીં સર્જાઈ રહ્યો છે.
