રિલાયન્સ – ફયૂચર ગ્રુપની ડીલ પર 3 મહિનાની બ્રેક લાગી ગઇ

રિલાયન્સ ગ્રુપે ફયૂચર ગ્રુપની બિગ બાઝાર બ્રાન્ડને ખરીદવાની ડીલ માટે હવે વર્ચસ્વની લડાઇ ઉભી થઇ છે. દુનિયાના બે ધનકુબેરો વચ્ચે આ ડીલને કારણે ઘમાસાણ શરૂ થયું છે.

અમેઝોનના જેફ બેઝોસ અને રિલાયન્સ ઇન્ડ.ના ચેરમેન મુકેશ અંબાણી વચ્ચે ટકરાવ પેદા થયો છે. અમેઝોનની અપીલ પર સિંગાપોરની એક કોર્ટ અમેઝોનની તરફેણમાં ચુકાદો આપીને આ ડીલ માટે વચગાળાનો સ્ટે આપી દીધો છે. કોર્ટે કહ્યું છે કે જયાં સુધી અંતિમ ચુકાદો જાહેર ન થાય ત્યાં સુધી ફયૂચર ગ્રુપ રિલાયન્સ સાથે ડીલ કરી શકશે નહીં. રિલાયન્સે ફયૂચર ગ્રુપનો રીટેલ, હોલસેલ બિઝનેસ ખરીદવા માટે રૂપિયા 24,713 કરોડમાં ડીલ કરી છે.જેની સામે અમેઝોને કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટના ચુકાદા પછી રિલાયન્સ ગ્રુપે પોતાનું નિવેદન જાહેર કર્યું છે.