અનિલ કપુર અને નીતુ સીંઘ તેમના ફિલ્મી કરીઅરમાં પહેલી વાર સાથે કામ કરશે : રાજ મહેતા દિગ્દર્શીત “જુગ જુગ જીયો” માં

રાજ મહેતાની પ્રથમ સફળ ફિલ્મ ગુડ ન્યુઝ જેમાં અક્ષય, કરીના, દીલજીત, કિયારા હતા. તેમના ફેન માટે ખુબ જ સારા સમાચાર છે કે રાજ મહેતા ફરી એક વખત એક કોમેડી ફિલ્મ
“જુગ જુગ જીયો” ચંદીગઢમાં શુટીંગ શરુ કરી રહયા છે.

રાજ નીતુ સિંહ અને અનિલ કપૂરને સાથે લાવે છે જેમણે ક્યારેય સાથે કામ નથી કર્યું.  જુગ જુગ જીયો નિર્માતા કરણ જોહરના નજીકના એક સ્ત્રોત સમજાવે છે, “અનિલ નીતુજીની જેટલી જ ઉમરની આસપાસ હોવા છતાં તેઓ ક્યારેય ભેગા થયા નહોતા કારણ કે નીતુજીએ તેની કારકીર્દિની શરૂઆત અનિલ પહેલાં અને રુષિ કપૂર સાથે કરી હતી.  તેથી તે અનિલ પહેલાંના અભિનેતાઓની હરોળ સાથે સંકળાયેલી જોવા મળી હતી. ”