દીકરીના લગ્નમાં 500 કરોડ ખર્ચનારા પ્રમોદ મિત્તલ નાદારીના આરે

અબજપતિ લક્ષ્મી મિત્તલના ભાઈ પ્રમોદ મિત્તલ અનુસાર, 24,650 કરોડ રૂપિયાના દેવા સાથે તે બ્રિટેનના સૌથી મોટા દેવાદાર છે. 2013માં દીકરીના લગ્નમાં 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરનારા પ્રમોદ મિત્તલ જૂન મહિનામાં નાદાર જાહેર થયા હતા. તેમણે દિલ્હીની પાસે માત્ર 45 પાઉન્ડની જમીન હોવાનો દાવો કર્યો હતો અને પોતાની મિલકતની કિંમત 110000 પાઉન્ડ(દોઢ કરોડ) લગાવી હતી.

64 વર્ષીય પ્રમોદનું કહેવું છે કે, મારા પપર 23750 કરોડ રૂપિયા દેવું છે. મેં મારી તમામ સંપતિ એક કરારમાં ગુમાવી દીધી. હવે મારી પાસે આવકનું કોઈપણ સાધન નથી. માત્ર દિલ્હીની પાસે એક જમીન છે. મારી પાસે હવે માત્ર દોઢ કરોડ રૂપિયા જ છે. મારી કોઈ કમાણી રહી નથી. પત્ની પણ મારા પર નિર્ભર નથી. હકીકત એ છે કે મારી સામે હવે જીવવાનું સંકટ પેદા થઇ ગયું છે. મારો મહિનાનો ખર્ચ લગભગ 2 લાખ રૂપિયા છે.