ગુજરાતી ફિલ્મના લોકપ્રિય કલાકાર મહેશ કનોડિયાનું નિધન

ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર નરેશ કનોડિયાના મોટાભાઈ મહેશ કનોડિયાનુ આજે ગાંધીનગર ખાતે દુઃખદ નિધન થયું છે. આ માહિતી સોશિયલ મીડિયા પર મળી રહી છે.

કહેવાય છે કે તેઓ એક સાથે ઘણા બધા અવાજોમાં ગાઈ શકતા હતા. ઓઢણી અને સાજન મારી પ્રીતડીથી માંડીને તાના રીરી જેવા અઢળક સફળ ગીતો આપીને તેમણે ગુજરાતને ગાતું કર્યું હતું. તેઓ એક સંગીતકાર ઉપરાંત માજી સંસદસભ્ય પણ હતા.