ચીનથી આવી રહી છે રહસ્યમયી કોરોના ધૂળ, ઘરમાં રહે દેશવાસી : કિમ જોંગ ઉન

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના પ્રશાસને દેશવાસીઓને ચેતવ્યા છે કે ચીનથી રહસ્યમયી પીળી ધૂળના વાદળો આવી રહ્યા છે અને દેશમાં કોરોના વાયરસને ફેલાવી શકે છે. ઉત્તર કોરિયાની સરકારી મીડિયાએ કહ્યું કે, આ પીળી ધૂળથી કોરોના વાયરસ ફેલાવાના ખતરાને જોતા દેશવાસી ઘરની અંદર જ રહે અને બારીઓ બંધ રાખે.

દુનિયાથી પોતાને અલગ રાખતા નોર્થ કોરિયાના તાનાશાહે દાવો કર્યો છે કે તેમના ત્યાં કોરોના વાયરસનો એક પણ કેસ નથી, પણ ચેતવણી આપી છે કે જીવલેણ વાયરસ હવાથી પણ ટ્રાન્સફર થઇ શકે છે. એનકે ન્યૂઝ અનુસાર, ગુરુવારે પ્યોંગયાંગના રસ્તા વિરાન થઇ ગયા અને માનવામાં આવી રહ્યું છે કે લોકોએ કિમ જોંગ ઉનના આ આદેશનું પાલન કર્યું છે.