ગૂજરાત યુનિવર્સિટીની ફાઇનલ વર્ષની પરિક્ષામાં ફર્સ્ટ રેન્ક સાથે H.K BBA કોલેજનો દબદબો

તાજેતરમાં યોજાયેલી ગુજરાત યુનિવર્સિટની પરિક્ષામાં H.K BBA ના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે. છેલ્લા વીસ વર્ષથી ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન H.K.BBA કૉલેજ મૂલ્ય નૈતિક આધારિત શિક્ષણ માટે જાણીતી છે. છેલ્લા ૨૦ વર્ષમાં કૉલેજ દ્વારા અગણિત સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. H.K. BBA કૉલેજ વિદ્યાર્થીઓના આનુષંગિક વિકાસ માટે સતત પ્રત્નશીલ રહી છે. જેના પરિણામ સ્વરુપે ગત પરિક્ષામા BBA ના છેલ્લા વર્ષમા, કૉલેજ ના કુલ ૧૨ વિદ્યાર્થીઓએ ટોપ 50મા સ્થાન પ્રાપ્ત કર્યું છે. યુનિવર્સીટીમાં પ્રથમ અને દ્રિતીય એમ બંને સ્થાન H.K BBA ના વિદ્યાર્થીઓ દ્વારા હાંસલ કરવામાં આવેલ છે. જેમાં હીના પ્રજાપતિ, જીવન હીરા, મકવાણા જય, કમલેશ રાજપુરોહિતનો સમાવેશ થાય છે. યુનિવર્સિટીમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીના તમામ વિષયો માં 70 માંથી 70 પૂરા માર્ક મેળવી એક પ્રકાર નો વિક્રમ સ્થાપિત કર્યો છે.

કૉલેજના ડિરેક્ટરના જણાવ્યા મુજબ આ સફળતા કૉલેજના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની ટીમ વર્કનું પરિણામ છે. આ સમાચારથી સમગ્ર H.K.BBA પરિવારમાં ખુશી અને ઉજવણીનો માહોલ છે.