રેલવે જમીન વિકાસ સત્તામંડળ (આરએલડીએ)એ અમદાવાદ રેલવે સ્ટેશનના પુન: વિકાસના ઉદ્દેશ્યથી કન્સલ્ટન્સી સેવાઓ માટે ઓનલાઇન બિડ મંગાવ્યા છે. બિડપ્રાપ્ત કરવા માટે સ્ટેશનના પુન: વિકાસના માટે વ્યવસાયિક અભ્યાસ,, વિગતવાર માસ્ટર પ્લાનિંગ, અર્બન ડિઝાઇનિંગ અને એન્જિનિયરિંગ તથા વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવાનો રહેશે. પુન: વિકાસનો ઉદ્દેશ સ્ટેશનના ઐતિહાસિક મહત્ત્વને અસર કર્યા સમયની માંગ અનુસાર સ્ટેશન પર અત્યાધુનિક યાત્રી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.
અમદાવાદ રેલવે સ્ટેશન ગુજરાતના અમદાવાદ ડિવિઝન હેઠળ આવે છે. સ્ટેશન પર 12 પ્લેટફોર્મ છે. સ્ટેશન સંકુલમાં સીદી બશીર મસ્જિદના અવશેષો તરીકે બે મિનાર પણ છે, જેને એક માળખાગત વારસા તરીકે જોવામાં આવે છે. આ સ્ટેશનથી દરરોજ સરેરાશ 52,843 મુસાફરો મુસાફરી કરે છે.
નવા સ્ટેશન પર આગમન અને પ્રસ્થાન માટે અલગ સુવિધા હશે. સાથે સાથે, તે મલ્ટિ-મોડલ પરિવહન સંકલન સાથે માર્ગ કનેક્ટિવિટી, સલામતી અને દેખરેખની વ્યવસ્થા અને અન્ય સુવિધાઓથી પણ સજ્જ હશે.
અમદાવાદ રેલવે સ્ટેશન ગુજરાતનું સૌથી મોટું સ્ટેશન છે. આ પુન:વિકાસ પ્રોજેક્ટ સ્ટેશનની ઐતિહાસિક વિરાસતને જાળવી રાખવાની સાથે તેની સુંદરતામાં વધારો કરશે. આ મુસાફરોને વધુ સારી સુવિધાઓ પ્રદાન કરશે અને તેમના અનુભવ માં વધારો કરશે. સ્માર્ટ સિટી પહેલની સાથે મળીને આ પુન:ર્વિકાસની આસપાસના ક્ષેત્રોમાં પર્યટનને પ્રોત્સાહન આપશે અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર માં વેગ લાવશે. વેદ પ્રકાશ દુડેજા,વાઇસ ચેરમેન – આરએલડીએના જણાવ્યા પ્રમાણે.પુન:ર્વિકાસમાં સ્ટેશનના વિકાસ અને વાણિજ્યિક વિકાસ બંનેનો સમાવેશ થાય છે.