- તાજેતરમાં લોન્ચ થયેલા T7 ટચ, T7 એક્સટર્નલ SSDs અને 870 QVO ઇન્ટર્નલ SSDની વિશેષ કિંમત
- તમામ સ્ટોરેજ ડિવાઇસ શ્રેણીઓ ઉપર આકર્ષક ડીલ્સ, કૅશબૅકઑફર્સ અને નો કોસ્ટ EMIs
ભારતની સૌથી વિશાળ અને સૌથી વિશ્વસનીય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ અને ફ્લેશ મેમરી ક્ષેત્રે વિશ્વની અગ્રણી કંપની સેમસંગે લાંબા સમયથી રાહ જોવાઇ રહેલાં ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે અને એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન તેની એક્સટર્નલ અને ઇન્ટર્નલ સોલિડ સ્ટેટ ડિવાઇસિસ (SSDs) અને માઇક્રો SD કાર્ડ્સની વ્યાપક શ્રેણીઓ ઉપર એક્સક્લુઝિવ ફેસ્ટિવ ઑફર્સની જાહેરાત કરી છે.
તહેવારોની મોસમમાં નવો રંગ પૂરવા, આ સ્ટોરેજ ડિવાઇસિસ ડિસ્કાઉન્ટ, આકર્ષક ધીરાણ યોજનાઓ, નો કોસ્ટ EMIs અને કૅશબૅક જેવા વિશેષ આકર્ષણો સાથે ઉપલબ્ધ બનશે. ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેની શરૂઆત 16મી ઓક્ટોબરથી થઇ રહી છે, જ્યારે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલનો પ્રારંભ 17મી ઓક્ટોબરથી થવા જઇ રહ્યો છે.
એક્સટર્નલSSDs
આ સમયગાળા દરમિયાન આગામી સ્તરની સુરક્ષા વિશેષતાઓ માટે બિલ્ટ-ઇન ફિંગરપ્રિન્ટ સેન્સર સહિત કોમ્પેક્ટ ડિઝાઇન અને સૌથી ઝડપી ટ્રાન્સફર સ્પીડનું અદભૂત મિશ્રણ ધરાવતાં PSSD T7 Touch ખરીદી રહેલા ગ્રાહકોને તે500GB, 1TBઅને2TBનીસાઇઝમાં અનુક્રમે રૂ.9,999, રૂ.14,999 અને રૂ.34,999ની વિશેષ કિંમતોએ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યારે PSSD T7500GB, 1TB અને 2TB સાઇઝમાં અનુક્રમે રૂ.6,999, રૂ.12,999 અને રૂ.28,999માં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
હાઇ સ્પીડ, કોમ્પેક્ટ, ટકાઉ અને પાસવર્ડથી સુરક્ષિત પોર્ટેબલ SSD, PSSD T5500GB, 1TB અને 2TB સાઇઝમાં અનુક્રમે રૂ.5,999, રૂ.10,999 અને રૂ.22,499માં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઇન્ટર્નલ SSDs
SATAઆધારિત ઇન્ટર્નલ SSD 860 EVO 250GB, 500GB, 1TB અને 2TBની સાઇઝમાં અનુક્રમે રૂ.3,299, રૂ.5,299, રૂ.9,999 અને રૂ.22,999માં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યારે 3,500/3,300 MB/s સુધી સિકવન્સિયલ રિડ/રાઇટ સ્પીડ સુધી પહોંચી શકતી NVME/PCIe આધારિત ઇન્ટર્નલ SSD શ્રેણી 250GB, 500GB, અને 1TBની સાઇઝમાં અનુક્રમે રૂ.4,299, રૂ.6,799 અને રૂ.11,999માં ખરીદી શકાશે. સેમસંગની લેટેસ્ટ 2જી જનરેશનની QLC SSD 870 QVO1TB અને 2TB સાઇઝમાં અનુક્રમે રૂ.8,499 અને રૂ.15,999માં રજૂ કરવામાં આવશે.
મેમરી કાર્ડ
વધુ સ્પેસ અને વધુ સારી સ્પીડ પૂરી પાડતાં સેમસંગ EVO પ્લસ માઇક્રો SD કાર્ડ 32GB, 64GB, 128GB, 256GB અને 512GBની સંગ્રહ ક્ષમતામાં અનુક્રમે રૂ.419, રૂ.649, રૂ.1,199, રૂ.2,999 અને રૂ.6,499ની વિશેષ કિંમતોએ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઉપરોક્ત તમામ ઑફર્સ ફ્લિપકાર્ટ અને એમેઝોન સેલ એમ બન્ને ઉપર લાગુ પડશે.
સેમસંગ ઇન્ડિયાના એન્ટરપ્રાઇઝ સેલ્સની સિનિયર ડિરેક્ટર આકાશ સક્સેનાએ જણાવ્યું હતું કે, “જ્યારે ઘરેથી કામ કરવું તે વર્તમાન જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ બની રહ્યું છે ત્યારે સ્ટોરેજ ડિવાઇસની માંગમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ગ્રાહક કેન્દ્રિત બ્રાન્ડ હોવાના કારણે, અમારો હેતુ હંમેશા અમારા ગ્રાહકોની અપેક્ષાઓ પરીપૂર્ણ કરવા માટે તેમને અભૂતપૂર્વ અનુભવ અને ટેક્નોલોજી પૂરી પાડવાનો રહ્યો છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે તહેવારોની મોસમમાં રજૂ કરેલી અમારી આ ઑફર્સ અમારા ગ્રાહકોના જીવનને વધુ સુવિધાજનક બનાવશે અને તહેવારોના ઉમંગમાં વધારો કરશે. ”
પ્રોડક્ટ શ્રેણી
એક્સટર્નલ SSDs
PSSD T7 ટચઃ અત્યંત આકર્ષક ડિઝાઇન ધરાવતું PSSD T7 ટચ, બેકવર્ડ કોમ્પેટિબિલિટી ઇન્ટરફેસ સાથે USB 3.2 (Gen 2, 10Gbps) 2TB સુધીની સ્ટોરેજ કેપેસિટી પૂરી પાડે છે અને 1,050MB/s સુધીની ડાઉનલોડ સ્પીડ ધરાવે છે. વધુમાં આ ડિવાઇસ સેમસંગ પોર્ટેબલ SSD સોફ્ટવેર 1.0રન કરે છે અને USB ટાઇપ C થી C અને USB ટાઇપ C થી A સહિત UASP મોડ અને કનેક્ટિવિટી વિકલ્પોને સપોર્ટ કરે છે. સલામતી માટે તે S/W અને ફિંગરપ્રિન્ટ સ્કેનર પાસવર્ડ પ્રોટેક્શન પણ ઉપલબ્ધ છે. આ ડ્રાઇવ રૂ.8,999ની પ્રારંભિક કિંમતોએ ઉપલબ્ધ છે.
PSSDT7: PSSD T7 વજનમાં ખૂબ જ હળવી ડ્રાઇવ છે, જે USB 3.2 Gen 2ની અસાધારણ સ્પીડ પૂરી પાડે છે. PCIe NVMe ટેક્નોલોજીથી સજ્જ આ ડ્રાઇવ 1,050/1,000 MB/s સુધીની સિકવન્સિયલ રિડ/રાઇટ સ્પીડની સુવિધા પૂરી પાડે છે. હાર્ડવેર AES 256-બિટ એન્ક્રિપ્ટેડ પાસવર્ડથી સુરક્ષિત કરી શકાય છે. આ ડ્રાઇવ રૂ.6,999ની પ્રારંભિક કિંમતોએ ઉપલબ્ધ બનશે.
PSSD T5: PSSD T5માં કંપનીની લેટેસ્ટ 64-લેયર V-NAND ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે જે એન્ક્રિપ્ટેડ ડેટા સુરક્ષા સાથે 540MBps સુધીની ટ્રાન્સફર સ્પીડ પૂરી પાડવા તેને સક્ષમ બનાવે છે. તે એક્સટર્નલ HDD પ્રોડક્ટ્સની તુલનામાં 4.9 ગણી ઝડપી સ્પીડ પ્રદાન કરે છે અને વૈકલ્પિક 256-બિટ AES એન્ક્રિપ્શનની સુવિધાઓ ધરાવે છે. આ ડ્રાઇવ રૂ.5,999ની પ્રારંભિક કિંમતોએ ઉપલબ્ધ બનશે.
ઇન્ટર્નલ SSDs
SSD 870 QVO: SSD 870 QVO8GB સ્ટોરેજ આપે છે અને સુધારેલી રેન્ડમ સ્પીડ અને ટકાઉ કાર્યક્ષમતા સાથે 560/530 MB/sની સિકવન્સિયલ સ્પીડની મહત્તમ SATA ઇન્ટરફેસ લિમિટ પ્રાપ્ત કરે છે. ઇન્ટેલિજન્ટ ટર્બો રાઇટ રાઇટ સ્પીડમાં વધારો કરો છે અને વિશાળ વેરિએબલ બફર સાથે લાંબા ગાળાની ઊચ્ચ કાર્યક્ષમતા જાળવી રાખે છે. 870 QVOની ક્ષમતા 2,880 TBW સુધી તેની વિશ્વસનીયતા બમણી કરે છે. આ ડ્રાઇવ રૂ.8,999ની પ્રારંભિક કિંમતોએ ઉપલબ્ધ બનશે.
SSD 860 EVO:SSD 860 EVO V-NAND અને મજબૂત અલગોરિધમ આધારિત કન્ટ્રોલર સાથે આવે છે અને આ ઝડપી અને વિશ્વસનીય SSD કોમ્પેટિબલ ફોર્મ ફેક્ટર્સ અને ક્ષમતાઓની વિશાળ શ્રેણી રજૂ કરે છે. 860 EVO ઇન્ટેલિજન્ટ ટર્બોરાઇટ ટેક્નોલોજી સાથે 520 MB/s* સુધીની સિકવન્સિયલ રાઇટ અપ પર કામગીરી કરી શકે છે અને 550 MB/s સુધીની સિકવન્સિયલ રિડ્સ અપ ધરાવે છે. આ ડ્રાઇવ રૂ.3,299ની પ્રારંભિક કિંમતો પર ઉપલબ્ધ બનશે.
SSD 970 EVO PLUS: SSD 970 EVO હાઇ-એન્ડ ગેમિંગનું સ્વરૂપ બદલે છે અને ફોનિક્સ કંટ્રોલર અને ઇન્ટેલિજન્ટ ટર્બોરાઇટ ટેક્નોલોજી સાથે ગ્રાફિકથી ભરપૂર કામગીરીને સુવ્યવસ્થિત બનાવે છે. 3,500/2,500 MB/sની અદભૂત સિકવન્સિયલ રિડ/રાઇટ સ્પીડ મેળવો. આ ડ્રાઇવ કોમ્પેક્ટ M.2 (2280) ફોર્મ ફેક્ટર ઉપર 2TB સુધી સુસંગત છે. આ ડ્રાઇવ રૂ.4,299ની પ્રારંભિક કિંમતોએ ઉપલબ્ધ બની રહેશે.