“બોલ ના તો નહીં આતા લેકીને કર્મ કરના આતા હૈ; મહિલાઓ કો કૈસે જિંદગી જીની ચાહિયે, વો આતા હૈ! ”, કેબીસી કરમવીર ફૂલબાસન યાદવ કહે છે; તેણીની સાથે હોટ સીટ પર રેણુકા શહાણે પણ હશે!

જ્યારે સ્ત્રીઓ એકબીજાને ટેકો આપે છે, ત્યારે અતુલ્ય ઘટનાઓ બને છે! અને આ અઠવાડિયાના કરમવીર, છત્તીસગઢના ફૂલબાસન યાદવ, કૌન બનેગા કરોડપતિ 12 પર, મા બામલેશ્વરી જનહિત કરે સમિતિ દ્વારા તેમના અનુકરણીય કાર્ય સાથે યોગ્ય ઉદાહરણ રજૂ કરે છે. તેણીની સાથે હોટ સીટ પર બીજું કોઈ નહિ પણ રેણુકા શહાણે આવશે. 23 ,ઓક્ટો, ના રોજ શુક્રવારે આ પાવર-પેક્ડ એપિસોડને ચૂકશો નહીં.

૫૦ વર્ષીય ફૂલબાસન યાદવ ભારતના છત્તીસગઢની આર્થિક અને સામાજિક રીતે પછાત મહિલાઓના વિકાસ માટે અથાક કાર્ય કરી રહ્યો છે. સ્વ-સશક્તિકરણ પ્રાપ્ત કરવા અને પછીથી બીજાને સશક્ત બનાવવામાં સહાય માટે ગરીબી સામે યાદવનો સંઘર્ષ, તે પોતેજ એક પ્રેરણારૂપ છે. પોતાના મિશનમાં વ્યસ્ત કે જે સ્ત્રીઓને તેમના પિતૃત્વની સાંકળોને તોડે તેવા સ્વપ્ન સાથે યાદવ માત્ર તેમના સ્વાવલંબન જૂથો દ્વારા માત્ર મહિલાઓને આર્થિક રીતે મદદ નથી કરતી પરંતુ ગામની જરૂરીયાતો જેવી કે સેનિટેશન,સ્વાસ્થસભર પાણી, બાળ લગ્ન વિરુધ્ધ સભાનતા ફેલાવવી જેવા કામો પણ કરે છે. તે સિવાય, તેમણે ઘરેલું હિંસાના કેસો પર નજર રાખવા માટે ગામડાઓમાં વ્યસન મુક્તિ આંદોલન ચલાવવા માટે મહિલા ફૌજની સ્થાપના કરી.

શ્રી બચ્ચને જ્યારે ફૂલબાસન યાદવને આવકાર્યા, ત્યારે તેમણે ઉમેર્યું, “પ્રથમ, હું ખરેખર દરેકનો આભાર માનું છું. આ પ્લેટફોર્મ પર આવવાનું સ્વપ્ન જેવું લાગે છે અને હું આ તક માટે સોની ચેનલનો આભાર માનું છું. તેઓ કહે છે કે જો તમારી પાસે સમર્પણ અને ઇચ્છાશક્તિ છે, તો તમે બધું પ્રાપ્ત કરી શકો છો. હું મારા ગુરુદેવનો આભાર માનું છું, જેના કારણે હું આજે અહીં છું. હું મારી બામલેશ્વરી અને છત્તીસગઢની દરેક ઘરની 2 લાખ મહિલાઓની ટીમનો આભાર માનું છું. ગાવો કી મટ્ટી ફેંકને વાલી ઔર ગોબર ઉઠાનેવાલી મહીલા કો, બોલ ના તો નહીં આતા લેકિન કર્મ કરના આતા હૈ, જિંદગી જીના કૈસે હૈ. મહિલાઓ કો કૈસે જિંદગી જીની છીયે વો આતા હૈ. પહેલે ગઈયા, બકરી ચરાતે થે… અબ મહીલાઓ કો ચરાતે હૈ, જિંદગી જીને કે લિયે. “

શ્રી બચ્ચને જ્યારે તેમને પૂછ્યું કે તે કેવી રીતે નાણાકીય પ્રવૃત્તિઓથી સંકળાયેલ લેવડ દેવડ સમજયા અને સફળ સંગઠન ચલાવે છે , ત્યારે યાદવે તરત જ જવાબ આપ્યો, “જો તમે એકલા રહેશો, તો આ બાબતો ક્યારેય તમારા દિમાગને પાર નહીં કરે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ બિલાડી અથવા કૂતરાને પથ્થરથી મારો, તો તે ભાગશે. પરંતુ પથ્થર વડે મધમાખીનો મારો ચલાવવાનો પ્રયાસ કરો. મધમાખી તમારા ઉપર હુમલો કરશે. આ સંગઠનની શકિત છે! ” આવી સરળતા સાથે તેમણે સમજાવ્યું કે જ્યારે તમે એકલા હોવ ત્યારે તમે ડરતા હોવ… પણ સાથે, તમે એક સામૂહિક શક્તિ બની શકો છો જે રોકી ન શકાય તેવું છે.

ફૂલબાસન યાદવના દ્રષ્ટિકોણથી અને સંકલ્પનાથી પ્રભાવિત, શ્રી બચ્ચન અને રેણુકા શહાણે બંનેએ અદભુત વખાણ સાથે તેમના વિજયની ઉજવણી કરી.

ફૂલબાસન યાદવને હોટ સીટ પર પહોંચાડનાર રેણુકા શહાણેએ જણાવ્યું હતું કે, “તેની વાર્તા સાંભળીને, હું ભણેલી હોવા છતાં, મને ખરાબ લાગે છે, કેમ કે શિક્ષિત હોવાના કારણે હું ક્યારેય સમાજ માટે કંઇક કરવાનું કેમ નથી વિચારતી જેટલી હિંમત તેણીએ (ફૂલબાસન)બતાવી. કદાચ આ શો બાદ, હું કંઈક કરવા માંગું છું. ” ફૂલબાસન યાદવ સાથે વાત કરતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘આજ દો લાખ મહીલાયે આપકે સાથ જુડી હુઈ હૈ, ​​અબ સે દો લાખ એક…મુજે ભી જોડ દિજીએ ઉસમેં.

આગામી એપિસોડ પર, દર્શકોને 50 વર્ષીય યાદવના પ્રયત્નો વિશે જાણવા મળશે, જે પદ્મશ્રી એવોર્ડ વિજેતા છે, જે છત્તીસગઢ રાજ્યની આર્થિક અને સામાજિક રીતે પછાત મહિલાઓના વિકાસની આશા માટેનો એક દીકરો બની ચૂકિ છે,થાકયા વગર છેલ્લા 19 વર્ષથી. ફૂલબાસન યાદવે રેણુકા શહાણે, શ્રી અમિતાભ બચ્ચન અને આપણા બધા સાથે અનુભવો અને સિદ્ધિઓને જણાવ્યા તે નિહાળો.

શુક્રવાર, 23 ઓક્ટોબર, રાત્રે 9 વાગ્યે, ફક્ત સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત થનારા કૌન બનેગા કરોડપતિ 12 ના કરમવીર વિશેષ એપિસોડને ચૂકશો નહીં!