જ્હોન અબ્રાહમ અને દિવ્યા ખોસલા કુમાર લખનઉમાં સત્યમેવા જયતે 2 નુ શુટ શરુ કરશે, જાન્યુઆરી 2021 સુધી ચાલુ રાખશે.

જ્હોન અબ્રાહમ અને દિવ્ય ખોસલા કુમાર લખનઉમાં સત્યમેવા જયતે 2 નુ શુટ શરુ કરશે.  “પ્રથમ દિવસે, અમે ફક્ત મુખ્ય અદાકારો સાથે જ શૂટિંગ કરીશું, પરંતુ ત્યારબાદ હર્ષ છાયા, ગૌતમી કપૂર, શાદ રંધાવા, અનુપ સોની, અને સાહિલ વૈદ જેવા અન્ય કલાકારો પણ તેમાં જોડાશે. અમે લખનૌમાં વારસાગત જગ્યાઓએ, મહેલો અને કોલેજો જેવી જગ્યાઓએ શૂટિંગ કરીશું, ”ડિરેક્ટર મિલાપ ઝવેરી માહિતી આપતા કહે છે, જે સાથે સાથે ઉત્તર પ્રદેશ સરકારના સહયોગની પણ પ્રશંસા કરે છે.  “કેટલાક લાઇવ સ્થળોને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવશે, જેથી ભીડભેગી ન થાય. ફક્ત અમારા કાસ્ટ અને ક્રૂ સ્થળ પર હાજર રહેશે.”