બોગસ ભરતીના નામે કૌભાંડ આચરનારની સાઈબર ક્રાઈમ દ્વારા ધરપકડ

સરકારી ભરતીના હોદ્દા દર્શાવી ભરતીના નામે છેતરપિંડીનુ કૌંભાડ આચરનાર આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.

પોલીસ આરોપી સુધી પહોંચે તે પહેલા 4000 લોકો પોતાના 14 લાખ રૂપિયા ગુમાવી ચુક્યા છે. પરંતુ આરોપી રુપિયા ઉપાડી લે તે પહેલા પોલીસે એકાઉન્ટ બંધ કરાવી લોકોને રૂપિયા પરત આપવાની તજવિજ હાથ ધરી છે.