કળાપ્રેમીઓ અને ખરીદી માટે આકર્ષણનું કેન્દ્ર – પેથાપુર ગામ

પેથાપુર – ગાંધીનગર પાસે આવેલું આ ગામ કળા પ્રેમીઓ અને ખરીદી માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં તમને માટીમાંથી બનેલા મકાનો પણ જોવા મળશે.

આ સ્થાન પ્રવાસીઓને ગુજરાતીઓની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાથી સમજવાની અને શીખવાની ઉત્તમ તક આપે છે. આ સ્થાન કલાત્મક કોતરણીવાળા આકર્ષક લાકડાના બ્લોક્સ માટે જાણીતું છે. જો તમે કોઈ સુંદર અને સર્જનાત્મક કંઈક બનાવતા કારીગરોની જીવંત સર્જનાત્મકતા જોવા માંગતા હોવ, તો તમારે ઓક્ટોબર થી ફેબ્રુઆરી દરમિયાન આ સ્થાનની મુલાકાત લેવી જોઈએ.

અને હા, આ ગામ ની મુલાકાત લેવા જાવ ત્યારે બટવો સાથે લેવાનું ન ભુલતા, નહીં તો સરસ મજાની કારીગરી વાળી વસ્તુઓ કે સાડી ખરીદવાની ઇચ્છા અધૂરી જ રહી જશે…